Not Set/ એ બી ડિવિલિયર્સના અચાનક સંન્યાસ અંગે સચિન-સહેવાગ સહિતના દિગ્ગજ ખેલાડીઓએ આપ્યો ભાવુક સંદેશ

નવી દિલ્હી, દુનિયામાં મિ. ૩૬૦ના નામે ઓળખાતા અને સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એ બી ડિવિલિયર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લઇ તમામ ફ્રેન્ડ્સને ઝટકો આપ્યો હતો. બુધવારે ડિવિલિયર્સે ટ્વીટ દ્વારા એક ભાવુક સંદેશો આપતા પોતે ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કરી રહ્યો છું, એમ જણાવ્યું હતું. IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સૌથી મહત્વના ખેલાડી અને આફ્રિકન સ્ફોટક બેટ્સમેને […]

Sports

નવી દિલ્હી,

દુનિયામાં મિ. ૩૬૦ના નામે ઓળખાતા અને સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એ બી ડિવિલિયર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લઇ તમામ ફ્રેન્ડ્સને ઝટકો આપ્યો હતો. બુધવારે ડિવિલિયર્સે ટ્વીટ દ્વારા એક ભાવુક સંદેશો આપતા પોતે ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કરી રહ્યો છું, એમ જણાવ્યું હતું.

IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સૌથી મહત્વના ખેલાડી અને આફ્રિકન સ્ફોટક બેટ્સમેને બુધવારે ફેંસને પોતાના રીટાયર્ડમેન્ટ અંગે જણાવ્યું હતું. ૩૪ વર્ષીય એ બી ડિવિલિયર્સે પોતાના ફેંસ માટે એક વીડિયો પણ ટ્વીટ કર્યો હતો.

ડિવિલિયર્સે કહ્યું હતું કે, “આ નિર્ણય કરતા પહેલા મે ઘણો વિચાર કર્યો. પરંતુ હવે લાગે છે કે ક્રિકેટને છોડવી જોઈએ. હેવ સમય આવી ગયો છે. તેમણે લખ્યું મારા ટીમના મિત્રો, ક્રિકેટ સાઉથ આફ્રિકા અને દેશની અંદર અને દુનિયાભરના સમર્થન કરવા વાળા ફેંસનો આભાર”.

જો કે ત્યારબાદ ડિવિલિયર્સના રીટાયર્ડમેન્ટ અંગે દુનિયાના દિગ્ગજ ક્રિકેટરોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

ભારતીય ક્રિકેટના માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકરે આ અંગે જણાવતા કહ્યું, “મેદાન પર ક્રિકેટની જેમ જ તમને બહાર પણ ૩૬૦ ડિગ્રી સફળતા મળે. નિશ્ચિતપણે ક્રિકેટમેં તમારી ઉણપ સર્જાશે. મારી શુભકામનાઓ તમારી સાથે છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે જણાવ્યું, દક્ષિણ આફ્રિકાના આ કરિશ્માઈ ખેલાડી વિના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક પ્રકારનું ખાલીપણ જોવા મળશે, પરંતુ દુનિયાભરના ક્રિકેટ પ્રશંસકો મારે તમે લોકપ્રિય બની રહેશો.

આ ઉપરાંત ભારતીય ક્રિકેટ બોર્ડ BCCIએ પણ ટ્વીટ દ્વારા જણાવ્યું, “દક્ષિણ આફ્રિકાના મહાન ખેલાડી એ બી ડિવિલિયર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કર્યું છે, અમે તેઓના ભવિષ્ય અંગે શુભકામનાઓ આપવા માંગીએ છીએ”.

એક સમયે દક્ષિણ આફ્રિકન ટીમમાં ડિવિલિયર્સના સાથીદાર પ્લેયર અને પૂર્વ વિકેટકીપર માર્ક બાઉચરે પણ જણાવ્યું, “મને યાદ છે કે આ યુવાન ખેલાડીએ આફ્રિકી ટીમ માટે પહેલા દિવસે રમ્યો હતો. તેઓ એક પ્રકારે જે રીતના વ્યક્તિ અને ખેલાડી બની ગયા છે તે પ્રેરણાદાયી છે. તમે જે પણ દેશ, સાથી ખેલાડીઓ અને ક્રિકેટ ફ્રેન્ડ્સ ,માટે કર્યું, એના મારે ધન્યવાદ”.

https://twitter.com/MahelaJay/status/999254386520932352

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને હાલમાં IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમના કોચ મહેલા જયવર્ધનેએ ડિવિલિયર્સને ક્રિકેટમાંથી સંન્યાસ લેવા અંગે શુભકામનાઓ પાઠવતા કહ્યું, “શાનદાર ખેલાડીઓમાંથી એક, એ બી તમને શુભકામનાઓ, એક ગજબનો ખેલાડી પરંતુ એનાથી ઉપર એક શાનદાર વ્યક્તિત્વ”.

ઈંગ્લેંડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને જણાવ્યું, “આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે આ એક મોટો ઝટકો છે. મહાન મહાન ખેલાડી. હું એ જેઓને ક્રિકેટ રમતા જોયા છે, એમાં ડિવિલિયર્સ ટોચના ત્રણમાં શામેલ છે”.