મુંબઈ
આ વર્ષે લાગી રહ્યું છે કે એકતા કપૂર એ મિશન પર છે કે કોઈ પણ દર્શકો ટીવી સ્ક્રીન બંધ ન કરી શકે. લોકપ્રિય ટીવી શો નાગિનની નવી સિરીઝ પછી, એકતા હવે અન્ય એક નવા શો સાથે આવી રહી છે. આ એક હોરર શો છે જેનું નામ “કયામત કી રાત” છે.

આપને જણાવી દઈએ કે આ શોના હોરર કન્ટેન્ટ પ્રેક્ષકોને એન્ટરટેઇન્મેન્ટ કરવામાં માટે તૈયાર કરવામાં આવ્યા છે,કારણ કે આ શો દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રોમોનો વિડીયો ટીવીના ચાહકોના ધબકારાને વધારી દે તેમ છે. ‘કયામત કી રાત’ શોમાં અભિનેત્રી નાગિન-3માં જોવા મળે કરિશ્મા તન્ન અને યે હૈ મોહબ્બતે સિરિયલનો એક્ટર વિવેક દહિયા જોવા મળીરહ્યા છે.
https://instagram.com/p/BjUY5NRH0ZQ/?utm_source=ig_embed
કરિશ્મા તન્નાએ તેના ઈન્સ્ટા પેઝ પર તેને આ નવા હોરર શોનો પ્રોમોના વિડિયોને શેર કર્યો છે. કરિશ્મા અને વિવેક કપલ તરીકે પ્રોમોમાં જોવા મળી રહ્યા છે. બંને એક સુનસુના ખંડહરમાં જતા જોવા મળી રહ્યા છે આ બન્ને પછી ભયંકર તાંત્રિકનો સામનો કરવો પડે છે.
https://instagram.com/p/BjUpZ68FHvv/?utm_source=ig_embed
સ્ટાર પ્લસ પર આવનાર આ શોમાં કરિશ્મા અને વિવેક સિવાય, અભિનેત્રી દીપિકા કક્કડ પણ શોમાં જોવા મળશે.દીપિકાના લગ્ન પછી આ તેનો પહેલો શો છે.

