Not Set/ રાજકોટની સહકારી ડેરીમાં દરોડા, 20 બાળ મજૂરો મુક્ત કરાયા, 30 બાળકો ભાગ્યા

રાજકોટ રાજકોટમાં બાળમજૂરી કરતા બાળકોને સમાજ સુરક્ષા ખાતા દ્વારા મુક્ત કરાવ્યા છે. આશરે ૪૦ જેટલા બાળ મજૂરોને પોલીસ અને સમાજ સુરક્ષાના અધિકારીઓએ મુકત કરાવ્યા છે. મુક્ત કરાયેલા બાળ મજૂરો મોટા ભાગના બિહાર, ઉતર પ્રદેશ, પશ્ચિમ બંગાળના વતની હોવાનું સામે આવ્યું છે. હાલ આ તમામ બાળકોને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ મોકલાયા છે. ત્યાર બાદ તેમને સુધાર […]

Top Stories Rajkot Trending

રાજકોટ

રાજકોટમાં બાળમજૂરી કરતા બાળકોને સમાજ સુરક્ષા ખાતા દ્વારા મુક્ત કરાવ્યા છે. આશરે ૪૦ જેટલા બાળ મજૂરોને પોલીસ અને સમાજ સુરક્ષાના અધિકારીઓએ મુકત કરાવ્યા છે. મુક્ત કરાયેલા બાળ મજૂરો મોટા ભાગના બિહાર, ઉતર પ્રદેશ, પશ્ચિમ બંગાળના વતની હોવાનું સામે આવ્યું છે. હાલ આ તમામ બાળકોને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ મોકલાયા છે. ત્યાર બાદ તેમને સુધાર ગૃહ મોકલી, બાદ તેમને તેમના રાજ્યના મોકલી દેવામાં આવશે.

આ સમગ્ર દરોડા સમાજ સુરક્ષા ખાતા દ્વારા કરવામાં આવ્યાં જેમાં સ્થાનિક લોકો દ્વારા તેમને બાતમી મળી હતી. ત્યાર બાદ રાજકોટ સહકારી ડેરી દુધ ઉતપાદક સંઘ લિમિટેડના એક રૂમથી ૧૭ જેટલા બાળકો દૂધ પેકિંગનું કામ કરતા હતા તથા શ્યામ નગર, દૂધસાગર ના ૨ મકાન પર થી ૨૩ જેટલા બાળકો ને મુક્ત કરવા માં આવ્યા જે ઈમિટેશન નું કામ કરતા હતા.

ઉલ્લેખનીય છે કે દેશભરમાં બાળમજૂરી પર પ્રતિબંધ હોવા છતા ઘણા સ્થળો પર નાના ભૂલકાંઓ પાસે મજૂરી કરાવવામાં આવે છે. પૈસા મેળવવાની લાલચમાં આવા બાળકોને પર પ્રાંતમાંથી પણ લાવવામાં આવતા હોય છે ત્યારે આવી ગેરકાયદેસર પ્રવુત્તિ કરતા લોકો સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.

આપને જણાવી દઇએ કે હાલ આ બાળમજૂરોને રાજકોટના સમાજ સુરક્ષા ખાતાના બાળ સંરક્ષણ ગૃહમાં ખસેડી ત્યારબાદ બાળકોના વાલીઓનો સંપર્ક કરી તેમને સોંપવામાં આવશે.

બાળમજૂરી કરતા બાળકોને સમાજ સુરક્ષા ખાતા  દ્વારા મુક્ત કરાવ્યા છે. કુલ ૨ જગ્યા એ દરોડા પાડવામાં આવ્યા જયા દૂધસાગર રોડ પર એક અંધારી કોઠી માંથી ૧૭ જેટલા બળ મજુરો મળી આવ્યા જે રાજકોટ સહકારી ડેરી દુધ ઉતપાદક સંઘ લિમિટેડ માટે દૂધ પેકિંગનું કાર્ય કરતા હતા.આ સમગ્ર દરોડામાં પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવ્યું છે. દરોડા પેહલા 30 જેટલા બાળ મજુરો નાસી ગયા હતા. પોલીસ દ્વારા પણ જણાવામાં આવ્યું જો આ ચાઈલ્ડ ટ્રાફિકિંગનો મામલો સામે આવશે તો આરોપીયો પર કડક કાર્યવાહી કરવામાં આવશે.