રાષ્ટ્રીય ખેડૂત મહાસંઘ દ્વારા કરવામાં આવેલી હડતાલનો આજે 2 દિવસ છે. દેશના સાત રાજ્યોમાં આ આંદોલનમાં 130 સંગઠનો સામેલ છે. મધ્યપ્રદેશના મંદસૌરમાં ગત વર્ષ 6 જુને થયેલ ખેડૂત ગોળીકાંડના એક વર્ષ પૂરા થવા પર ખેડૂતોએ શુક્રવારના દિવસે 10 જૂન સુધી હડતાલ જાહેર કરી છે. એક વર્ષ પહેલા થયેલ પોલીસ ફાયરિંગમાં લગભગ 7 ખેડૂતોના મોત થયા હતાં.
દેશના સાત રાજ્યોમાં આ આંદોલનમાં 130 સંગઠનો સામેલ છે. શનિવારના રોજ દેશમાં ઘણી જગ્યો પર ખેડૂત આંદોલન ચાલુ છે. ખેડૂતોની માંગ છે કે દુધના ભાવ પેટ્રોલના ભાવની બરાબર થાય. શાકમાર્કેટમાં શાકભાજીની સપ્લાય બંધ કરવાથી શાકભાજીના ભાવ વધી ગયા છે.
Farmers continue their protest for the second day as they observe 10-day 'Kisan Avkash'. Visuals from #Ludhiana pic.twitter.com/jn4VXwBQTx
— ANI (@ANI) June 2, 2018
દિલ્લીના ગાજીપુર મંડીમાં શાકભાજીના થોક રેટમાં ભારે વધારો.
શુક્રવારે શાકભાજીનો ભાવ. પ્રતિકિલો.
બટાકા – 16.
ડુંગળી – 12.
ટામેટા – 07.
કોબીજ – 02.
શિમલા મિર્ચી – 07.
શનિવારે શાકભાજીનો ભાવ. પ્રતિકિલો.
બટાકા – 18.
ડુંગળી – 14.
ટામેટા – 18.
કોબીજ – 04.
શિમલા મિર્ચી – 10.
મુબઈમાં શાકભાજીના ભાવમાં બે ગણો વધારો થયો છે. મુંબઈમાં 40 રૂપિયા પ્રતિકિલો સુધી પહોંચી ગયા છે. જયારે ડુંગળી 20, બટાકા 30 અને ભીંડા 80 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે.
શુક્રવારના રોજ ખેડૂતો યુનિયને પોતાની કેટલીક માંગોને લઈને કેન્દ્ર સરકારના વિરુદ્ધમાં 10 દિવસ માટે ખેડૂતોએ આંદોલન જાહેર કર્યું હતું. આંદોલનમાં ૭ રાજ્યોના ખેડૂતો તેમજ રાષ્ટ્રીય ખેડૂત મહાસંઘના ૧૩૦ સંગઠનો દ્વારા મળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
ગઈકાલે પંજાબમાં રસ્તાઓ પર ખાલી કર્યા દૂધના ટેન્કર
Punjab: Farmers spill milk on the road during their 10 days 'Kisan Avkash' protest, in Ludhiana's Samrala (Earlier visuals) pic.twitter.com/rh7Fp5uVnl
— ANI (@ANI) June 1, 2018
પોતાની માંગોને લઇ વિરોધ કરી રહેલા ખેડૂતોએ પંજાબના ફરીદકોટમાં રોડ પર શાકભાજી ફેંકી રહ્યા છે, જયારે હોશિયારપુરમાં પણ તેઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
કેમ કરી રહ્યાં છે ખેડૂતો આંદોલન
ખેડૂતો સ્વામીનાથન કમીશન અને દેવું માફ સહિત બીજી માંગોને લઈને ખેડૂતો હળતાળ પર છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મધ્યપ્રદેશના મંદસૌરથી ખેડૂતોના આંદોલનનો અંગારો સળગ્યો હતો. મંદસૌરમાં પાકની કિમતોમાં વધારો કરવાને લઈને આંદોલન કરી રહ્યા હતાં જેમાં પોલીસે ગોળીબાર કર્યો હતો આ ગોળીબારમાં 6 જેટલા ખેડૂતોના મોત થયા હતા.
