Not Set/ બીજેપી નેતૃત્વમાં હડકંપ: સતત થઇ રહેલી હાર જવાબદાર

પેટા-ચુંટણીમાં થતી સતત હાર, કર્ણાટકમાં બહુમતી સાબિત કરવામાં નાકામી, આ બધા રાજનૈતિક ઘટનાક્રમે બીજેપીનું બીપી વધારી દીધું છે. એનડીએના સહયોગીઓએ શાબ્દિક હુમલા કરવાનું શરુ કરી દીધું છે. શિવસેના સાથે બીજેપીના સંબંધો તો છેલ્લી કક્ષાએ પહોચી ગયા છે. નીતીશ કુમાર પણ મોદી સરકારને ટોણા મારે છે. ટીડીપી કેન્દ્ર સરકારથી છૂટી પડ્યા બાદ એટલે સુધી કહે છે […]

Top Stories India Politics

પેટા-ચુંટણીમાં થતી સતત હાર, કર્ણાટકમાં બહુમતી સાબિત કરવામાં નાકામી, આ બધા રાજનૈતિક ઘટનાક્રમે બીજેપીનું બીપી વધારી દીધું છે. એનડીએના સહયોગીઓએ શાબ્દિક હુમલા કરવાનું શરુ કરી દીધું છે. શિવસેના સાથે બીજેપીના સંબંધો તો છેલ્લી કક્ષાએ પહોચી ગયા છે. નીતીશ કુમાર પણ મોદી સરકારને ટોણા મારે છે. ટીડીપી કેન્દ્ર સરકારથી છૂટી પડ્યા બાદ એટલે સુધી કહે છે કે ૨૦૧૯માં મોદી સત્તામાં નહિ આવે. એટલુજ નહિ બીજેપીના સાંસદ, ધારાસભ્ય પણ એવા નિવેદન આપી રહ્યા છે જેનાથી પાર્ટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોચે. હરદોઇના ગોપમઉંથી બીજેપીના ધારાસભ્ય કૈરાના-નુરપુરમાં હાર બાદ સીધોજ બીજેપી હાઈ કમાન પર હુમલો કર્યો હતો, જયારે બૈરીયાથી બીજેપી ધારસભ્ય સુરેન્દ્ર સિંહે જણાવ્યું કે હાર પાછળ અધિકારીઓ અને કર્મચારીઓમાં ફેલાયેલો ભ્રષ્ટાચાર જવાબદાર છે, જેના કારણે માસુમ જનતા હેરાન થાય છે.

હકીકતમાં રાજસ્થાનના અલવર, અજમેર લોકસભા સીટ અને યુપીના કૈરાના, ફૂલપુર અને ગોરખપુરમાં પાર્ટીની હાર થવાથી પાર્ટીમાં બેચેનીની લહેર ફેલાઈ ગઈ છે. પાર્ટી અંદરખાને માને છે કે જો મોદી લહેર આવીજ રીતે નબળી પડતી રહેશે તો ૨૦૧૯ના મહા-યુદ્ધમાં બીજી સહયોગી પાર્ટીઓ કોંગ્રેસ સાથે સવારી કરવાનું પસંદ કરશે. જણાવી દઈએ કે મોદી ફેક્ટર જ એક આકર્ષણ બિંદુ છે જેના કારણે શિવસેના, જેડીયુ, એલજેપી, અકાલી દળ જેવી પાર્ટીઓ બીજેપી સાથે જોડાયેલી છે. નીતીશ છેલ્લા કેટલાક દિવસોથી સંકેત આપી રહ્યા છે કે બીજેપી સાથે એમની દોસ્તી સહજ નથી રહી. જોકીહત સીટ પર જેડીયુની હાર અને તેજ્સ્વીના સતત હુમલા નીતીશ કુમારની અસહજતા વધારે છે. જેડીયુ નેતા કેસી ત્યાગીએ બીજેપી નેતૃત્વ સાથે અસહમતી દર્શાવી છે, એમને કહ્યું કે પેટ્રોલીયમ પદાર્થોની વધતી કિંમતોના કારણે લોકો ગુસ્સામાં છે.

કૈરાનામાં બીજેપીની હાર પર કટાક્ષ કરતા શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પત્રકારોને કહ્યું કે બીજેપી ૨૦૧૪માં જયારે સત્તામાં આવેલી ત્યારે અમને લાગેલું કે આ સરકાર લગભગ ૨૫ વર્ષ સુધી સત્તામાં રહેશે, પરંતુ ૪ વર્ષ બાદજ આ લોકો પેટા-ચુંટણીઓ હારવા લાગ્યા છે. તાજેતરમાં પેટા-ચુંટણીઓના પરિણામ વિપક્ષી એકતા પ્રતિ ઉત્સાહ અને રાજનીતિમાં નવા બદલાવના સંકેત આપી રહ્યા છે. બીજેપી સામે હવે વિપક્ષી જૂથબંધી સાથે લડવાનો પડકાર છે.