કાબુલ,
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ વધુ એકવાર આતંકીઓના આત્મઘાતી હુમલાઓનું શિકાર બન્યું છે. સોમવારે કાબુલની આયોજિત કરાયેલી ધર્મગુરુઓની શાંતિ સભામાં આ આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં ૧૪ લોકોના મૃત્યુ થયા છે. જો કે હજી આ આંકડો આગળ વધવાની પણ શક્યતા છે.
At least 14 people, including 7 religious scholars & 4 security personnel killed in attack on Ulema gathering in Kabul. Three others killed are not recognized yet. 17 others are wounded: TOLOnews #Afghanistan pic.twitter.com/0ntQt8Ury5
— ANI (@ANI) June 4, 2018
હુમલામાં મૃત્યુ પામેલા ૧૪ મૃતકોમાં ૭ ધર્મગુરુઓ, ૪ સિક્યોરિટી તેમજ અન્ય ૩ વ્યક્તિઓનો સમાવેશ થાય છે જયારે આ હુમલામાં ૧૭ ઘાયલ થયા હોવાના પણ અહેવાલો પ્રાપ્ત થયા છે.
ધર્મગુરુઓની શાંતિ સભા નજીક થયો આત્મઘાતી હુમલો
સોમવારે આતંકીઓ દ્વારા આ હુમલો એ સમયે કરવામાં આવ્યો જયારે બે હજારથી પણ વધુ મોલવી અને ધર્મગુરુઓ આતંકવાદ વિરુધ શાંતિ સ્થાપિત કરવા માટે આયોજિત એક બેઠકમાં પહોચ્યા હતા.
કાબુલ સ્થિત એક ટોચની ધાર્મિક સંસ્થા દ્વારા આ હુમલા સામે ફતવો જાહેર કર્યો છે અને આ આત્મઘાતી હુમલાને મુસલમાનોના કાયદા હેઠળ હરામ કરાર ઠેરવ્યો છે.
આ બેઠકમાં અફઘાન ઉલેમા કાઉન્સિલના સભ્યોએ આ ફતવો જાહેર કર્યો છે. આ કાઉન્સિલમાં મોલવી, વિદ્ધાવાન તેમજ ધર્મ અને કાયદા સાથે જોડાયેલા લોકો શામેલ છે.
આ ઉપરાંત અફઘાન ઉલેમા કાઉન્સિલ દ્વારા અફઘાનિસ્તાન સરકારની સેના અને તાલિબાનને અન્ય આતંકવાદીઓને લડાઈ રોકવા, સંઘર્ષ વિરામ તેમજ શાંતિ વાર્તા કરવા માટે અપીલ કરી છે.
આં પહેલીવાર છે જયારે કોઈ કાઉન્સિલ દ્વારા આ પ્રકારની અપીલ કરાઈ છે. અફઘાન ઉલેમા કાઉન્સિલના સભ્ય ઘોફ્રાનુલ્લાહ મુરાદે સભાના એક લેખિત નિવેદનને જણાવ્યું, અફઘાનિસ્તાનના નિર્દોષ પુરુષ, મહિલાઓ અને બાળકો યુદ્ધથી પીડિત છે.
