ગુજરાતના કચ્છ જિલ્લાના મુંદ્રાના બેરાજા ટેકરી વિસ્તારમાં Air Force (એરફોર્સ)નું લડાકુ વિમાન જગુઅર પ્લેન ક્રેશ થયું હતું. જેના પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી છે. આ પ્લેન ક્રેશમાં પાયલોટ એર કોમોડરનું મોત નીપજ્યું હતું. જયારે પાંચ પશુઓના મોત નીપજ્યાં હોવાની માહિતી પણ મળી છે. કર્નલ દ્વારા આ ઘટના અંગે તપાસ માટેનો ઓર્ડર પણ કરી દેવામાં આવ્યો છે.

એરફોર્સના લડાકુ જગુઅર વિમાને આજે સવારે જામનગરથી ઉડાન ભરી હતી. અને કચ્છ જિલ્લાના મુન્દ્રા વિસ્તારમાં આ પ્લેન ક્રેશ થયું હતું જેના કારણે ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.
મુન્દ્રા તાલુકાના બેરાજા ટેકરીના જંગલ વિસ્તારમાં આં પ્લેન ક્રેશ થયું હોવાની જાણ સૌ પ્રથમ સ્થાનિક રહેવાસીઓને થઈ હતી. ત્યારબાદ સ્થાનિકો લોકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. આ પ્લેન ક્રેશ થવાની સમગ્ર ઘટના આજે સવારે બની હતી. આ પ્લેન એરફોર્સનું હોવાની આશંકા સેવાઈ રહી છે અને આ ઘટનાને કચ્છના રેન્જ આઈજીએ પણ સમર્થન આપ્યું છે.

આ ઘટના અંગે ડિફેન્સ વિભાગના અમદાવાદ સ્થિત ઇન્ચાર્જ પીઆરઓ લેફ્ટનન્ટ કર્નલ મનીશ ઓઝાએ જણાવ્યું હતું કે, આજે મંગળવારે સવારે જામનગરના એરફોર્સ મથક પરથી લડાકુ વિમાન જગુઅર લઈને પાયલોટ એર કોમોડર સંજય ચૌહાણે રૂટિન ટ્રેનિંગ માટે ઉડાન ભરી હતી. આ દરમિયાન સવારે સાડા દસ વાગ્યાના સુમારે આ પ્લેન કચ્છના મુન્દ્રા તાલુકાના બેરાજા ટેકરીના જંગલ વિસ્તારમાં ક્રેશ થયું હતું. જેમાં પાયલોટ એર કોમોડર સંજય ચૌહાણનું મોત નીપજ્યું હતું.

લેફ્ટનન્ટ કર્નલ ઓઝાએ વધુમાં જણાવ્યું હતું કે, આ અકસ્માતની ઘટનાના મામલે કર્નલ દ્વારા તપાસ માટેનો ઓર્ડર પણ કરી દેવામાં આવ્યો છે.
