નવી દિલ્હી,
ઉત્તરપ્રદેશની કૈરાના લોકસભા બેઠક પર હાલમાં જ યોજાયેલી પેટા ચૂંટણીમાં વર્તમાન સત્તારૂઢ પાર્ટી ભાજપને પરાજય મળ્યો હતો, ત્યારે હવે મોદી સરકાર જાણે હારમાંથી સબક લેતા, આ વિસ્તારના શિરડીના ખેડૂતોની લોન માફી માટે ૮૦૦૦ કરોડ રૂપિયાનું પેકેજ આપવા જઈ રહી છે.
સુગરની ન્યૂનતમ મૂલ્ય કરવામાં આવશે નક્કી
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, બફર સ્ટોક બનાવવા માટે અંદાજે ૧૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચો આવશે. સુગર મિલો આ સ્ટોક પોતાની પાસે રાખશે અને સરકાર તેની જાળવણીની સાથે અન્ય ખર્ચ આપવામાં આવશે.
આ ઉપરાંત સરકાર દ્વારા જાહેર થવા જઈ રહેલા આ પેકેજમાં ઇથેનોલ કેપેસિટી વધારવા માટે ૪૪૦૦ કરોડ રૂપિયાથી વધુની યોજના છે. આ યોજના દ્વારા શિરડીના ખેડૂતોને સમય પર બાકીની રકમ ચુકવવામાં મદદ મળશે.
આ ઉપરાંત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, શિરડીના ન્યૂનતમ મુલ્ય ૨૯ રૂપિયા કિલો નક્કી કરવામાં આવે, પરંતુ સુગર મિલો દ્વારા આ કિંમત ૩૪-૩૫ રૂપિયા રાખવાની માંગ કરી હતી.
શિરડીના ખેડૂતો પર છે ૨૨ હજાર કરોડ રૂપિયાનું દેવું
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરના શિરડીના ખેડૂતોના માથે ૨૨ હજાર કરોડ રૂપિયાથી વધુનું સુગરની મિલો પર દેવું છે, જેમાંથી અંદાજે અડધાથી પણ વધુ રકમ યુપીના શિરડીના ખેડૂતોનું દેવું છે.
સરકાર દ્વારા જાહેર કરાઈ રહેલા આ પેકેજમાં ૩૦ લાખ ટન શિરડીનો બમ્પર સ્ટોક હશે, જેના માટે ખેડૂતોના ખાતામાં સીધા જ પૈસા ટ્રાન્સફર કરાશે.
ભાજપ માટે હારનું મુખ્ય કારણ હતું શિરડીના ખેડૂતોની નારાજગી
મહત્વનું છે કે, હાલમાં જ પશ્ચિમી ઉત્તરપ્રદેશના કૈરાના લોકસભા અને નૂરપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા-ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો જયારે સપા અને RLDના ઉમેદવારે જીત હાંસલ કરી હતી.
કૈરાનામાં ભાજપને મળેલી હાર માટે આ વિસ્તારના શિરડીના ખેડૂતોની નારાજગીને એક મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે, ત્યારે હવે વર્તમાન મોદી સરકાર દ્વારા આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને જોતા આ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
