મુંબઈ
એકતા કપૂરના આગામી શો ‘દિલ હી તો હૈ’માં એક્ટ્રેસ અસ્મિતા સૂદને યોગીતા બિહાનીની બેસ્ટ ફ્રેન્ડની ભૂમિકામાં જોવા મળશે. અસ્મિતાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એકતા કપૂર સાથે કામ કરવા અંગે હું ઉત્સાહિત છું, જ્યારે મારા પર ફોન કોલ આવ્યો હતો, હું શોના ટાઇટલ વિશે ખૂબ જ ઉત્સાહિત હતી,મેં ટીવી સિરિયલોમાં વધાર કામ કર્યું નથી. પરંતુ હું એકતા કપૂર સાથે કામ કરવા માટે ઘણી ખુશ છું.
.jpg)
તેણે જણાવ્યું હતું કે, “હું આ શોમાં કામ કરવા માટે ઘણી ઉત્સાહિત છું અને મોટા મોટા કલાકારો સાથે કામ કરવા માટે આ એક મોટી જવાબદારી છે.” સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પર ‘દિલ હી તો હૈ’ પ્રસારિત કરવામાં આવશે, જેમાં કરણ કુન્દ્રા અને પૂનમ ધિલ્લો જેવા કાલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
https://www.instagram.com/p/Bi4NQ84nvmi/?taken-by=asmita_s#
યોગીતા બિહની આ શોમાં જોવા મળેલ ફ્રેશ ચહેરો છે. યોગિતા સૌ પ્રથમ સલમાન ખાનનો શો ‘દસ કા દમ’ના પ્રોમોમાં જોવા મળી હતી.

