Not Set/ અમદાવાદમાં GSTના દરોડા, ત્રણ કરોડના પાન-મસાલા જપ્ત કરાયા

અમદાવાદ: રાજ્યની GST (જીએસટી)ની મોબાઇલ સ્ક્વોડ દ્વારા અમદાવાદના પ્રેમ દરવાજા વિસ્તારના જિનિંગ મિલ કમ્પાઉન્ડમાં વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ૧૧ વાહનની તપાસ કરતા ઇ-વે બિલની વિસંગતતાઓ તથા એક ઇ-વે બિલ ઉપર બે વખત માલ લાવવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે. આ ચેકિંગમાં રૂ. 1.41 કરોડની વસૂલાત કરવામાં આવી હતી જયારે રૂ. ત્રણ કરોડના પાન […]

Top Stories Ahmedabad Gujarat Trending
GST raids in Ahmedabad, Rs. 3 crore's paan masala and gutkha seized

અમદાવાદ: રાજ્યની GST (જીએસટી)ની મોબાઇલ સ્ક્વોડ દ્વારા અમદાવાદના પ્રેમ દરવાજા વિસ્તારના જિનિંગ મિલ કમ્પાઉન્ડમાં વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ૧૧ વાહનની તપાસ કરતા ઇ-વે બિલની વિસંગતતાઓ તથા એક ઇ-વે બિલ ઉપર બે વખત માલ લાવવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે. આ ચેકિંગમાં રૂ. 1.41 કરોડની વસૂલાત કરવામાં આવી હતી જયારે રૂ. ત્રણ કરોડના પાન મસાલા જપ્ત કરવામાં આવ્યા છે.

એક ઈ-વે બિલ પર બે વખત માલ લવાતો હતો

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત રાજ્યની જીએસટી ટીમ દ્વારા છેલ્લા બે માસ દરમિયાન અમદાવાદ શહેરના વિવિધ સ્થળોએ તેમજ જિનિંગ મિલ કમ્પાઉન્ડમાં ઉભા રહેતા વાહનોની તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજ્ય જીએસટીની ટીમે હાથ ધરેલી આ તપાસમાં પાન-મસાલા, તમાકુ, સિગારેટ, એલઇડી ટીવી, એ.સી. તથા અન્ય માલસામાન મળી આવ્યા હતા.

બે માસમાં 630 વાહન ડિટેઈન, 9 કરોડની વસૂલ્યા

રાજ્ય જીએસટીની ટીમના ચેકિંગમાં મળી આવેલા આ માલસામાન અંગે સંબંધિત વાહનો પાસેથી રૂ. 68.31 લાખની વસૂલાત કરવામાં આવી હતી. જયારે જિનિંગ મિલ કમ્પાઉન્ડ વિસ્તારમાં કુલ 29 ગોડાઉનોમાં ચકાસણી કરીને 73.68 લાખની વસૂલાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ચેકિંગ દરમિયાન પાન-મસાલાના 415 અને તમાકુના 223 બોરા, 96 એલઇડી ટીવી, 30 એસી, સિગારેટના 10 કાર્ટૂન, ઓટો પાર્ટ્સ, રેડિમેડ ગાર્મેન્ટસ, ફૂટવેર વગેરે વસ્તુઓ મળી કુલ રૂ. 1.75 કરોડનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો.