રજનીકાંતના ફેન્સ માટે ખુશીનો માહોલ છે. આવતી 7 જુને રજનીકાંતની ફિલ્મ “કાલા” રિલીઝ થવા જઈ રહી છે. કર્ણાટકમાં ફિલ્મની રિલીઝ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ પણ કોર્ટે ઉઠાવી લીધો છે.

જણાવી દઈએ કે કાવેરી વિવાદ મામલે રજનીકાંતના એક નિવેદન બાદ, કર્ણાટકમાં એમની ફિલ્મ કાલા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ વિરૃદ્ધ રજનીકાંતની પુત્રી સૌંદર્યા રજનીકાંત અને એક્ટર-પ્રોડ્યુસરોએ કર્ણાટક હાઈકોર્ટમાં મુકદમો દાખલ કર્યો હતો. કર્ણાટક હાઈકોર્ટે આ મામલાને સંભાળ્યો અને ફિલ્મ પર લાગેલો પ્રતિબંધ હટાવવાનો નિર્દેશ કર્યો હતો, ઉપરાંત સિનેમાઘરોમાં સુરક્ષા આપવાની પણ વાત કરી હતી.
કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ નિવેદન આપ્યું હતું કે કર્ણાટકવાસી હોવાથી હું ફિલ્મ વિતરકોને અપીલ કરું છું કે આવા માહોલમાં રજનીકાંતની ફિલ્મ કાલા રિલીઝ ના કરે. જોકે એક મુખ્યમંત્રી હોવાથી તેઓ હાઈ કોર્ટના આદેશનું પાલન કરશે.

રજનીકાંત ની ફિલ્મ કાલા વિરુદ્ધ હવે કાનૂની વિવાદ પણ સામે આવી રહ્યો છે. મુંબઈના એક પત્રકારે ફિલ્મ નિર્માતાઓ સામે માનહાનીનો દાવો કર્યો છે. જવાહર નદારે દાવો કર્યો છે કે ફિલ્મમાં રજનીકાંત જેનું કિરદાર નિભાવી રહ્યા છે રીયલ લાઇફમાં એ મારા પિતા થીરવીયમ નદાર છે. જવાહરનો આરોપ છે કે ફિલ્મમાં એમના પિતાના કિરદારને નેગેટીવ દર્શાવવામાં આવવી રહ્યું છે. ત્રણ પાનાની માનહાનીની ફરિયાદમાં એમને નિર્માતાઓને લેખિતમાં માફી માંગવાનું અને 101 કરોડ રૂપિયા માનહાની દાવા પેટે આપવાની માંગણી કરી છે.

તમામ વિવાદો પછી પણ કાલા માટે લોકોમાં ખુબ ક્રેઝ છે. કાલાનો પહેલો શો સવારે 4 વાગે રાખવામાં આવ્યો છે. રીપોર્ટ મુજબ રિલીઝના બે દિવસ પહેલાજ ફિલ્મના બધા શોની ટીકીટો વેચાઈ ગઈ છે. ફિલ્મ કાલાની રિલીઝને ધ્યાનમાં રાખીને કોચીની એક આઈટી કંપનીએ 7 જુનના રોજ કર્મચારીઓને રજા આપી છે.
સુપ્રીમ કોર્ટે બુધવારે રજનીકાંતની ફિલ્મ કાલાની રિલીઝ પર સ્ટે મુકવાની માંગણીને ફગાવી દેતા કહ્યુકે બધા લોકો બેચેનીપુર્વક ફિલ્મ માટે રાહ જોઈ રહ્યા છે, અમે ફિલ્મની રિલીઝની વચ્ચે પડવા માંગતા નથી. રજનીકાંતે પણ મંગળવારે સાંજે કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને અપીલ કરી હતી કે સિનેમાઘરોને પુરતી સુરક્ષા આપવામાં આવે.
