Not Set/ કંગના રનૌતનું ઈન્સ્ટાગ્રામ હેક થયું જાણો શું કહ્યું તેણે…

સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર સક્રિય રહેતી કંગના રનૌત સામાજિક-રાજકીય મુદ્દાઓ પર મુક્તપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે જાણીતી છે

Entertainment

બૉલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે તેનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ હૅક થયુ હોવાની જાણકારી આપી છે.એવો  દાવો કર્યો કે ચીનથી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને હૅક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેણીએ વધુમાં કહ્યું  કે, આની પાછળ એક મોટું આંતરરાષ્ટ્રીય કાવતરું છે. તાલિબાન પર તેની તમામ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને હેક કરીને કાઢી નાખવામાં આવી છે.

હૅકિંગનો  દાવો કરતા કંગનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, `ગઈકાલે રાત્રે મને ઈન્સ્ટાગ્રામ પર ચેતવણી મળી કે ચીનથી કોઈ મારું એકાઉન્ટ હૅક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચેતવણી પણ અચાનક અદૃશ્ય થઈ ગઈ અને આજે સવારે મેં જોયું કે તાલિબાન વિશેની મારી બધી ઈન્સ્ટા સ્ટોરી ગાયબ.`

કંગનાએ આગળ લખ્યું કે, `મારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિસેબલ થઈ ગયું જે પછી મેં ઈન્સ્ટાગ્રામ પર ફોન કર્યો અને કહ્યું કે હું મારું એકાઉન્ટ એક્સેસ કરી શકું છું પણ  જેવી કંઈક લખવા જાઉ તો ત્યારે હું લોગ આઉટ થઈ જાવ છું. આવું ઘણી વખત થયું. હું હવે મારી બહેનના ફોન પરથી પણ આ સ્ટોરીને અપડેટ કરી રહી છું, કારણ કે મારું એકાઉન્ટ તેના ફોનમાં પણ લિંક છે. આ એક વિશાળ આંતરરાષ્ટ્રીય કાવતરું છે  કંગનાએ આ માહિતી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આપી હતી, જે તેની બહેનના ફોનમાં લીંક્ડ છે.

સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર સક્રિય રહેતી કંગના રનૌત સામાજિક-રાજકીય મુદ્દાઓ પર મુક્તપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે જાણીતી છે. ઉલ્લેખનીય છે કે કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ થોડા સમય પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. કંગનાના કેટલાક ટ્વિટને ટ્વિટર દ્વારા નિયમોનું ઉલ્લંઘન ગણાવવામાં આવ્યા હતા અને એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પછી શરૂ થયેલી હિંસા અંગે કંગનાએ ઘણા વાંધાજનક ટ્વીટ કર્યા હતા. તેમણે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની પણ માંગ કરી હતી. તેમના ટ્વીટ્સને હિંસક અને ઉશ્કેરણીજનક ગણાવતા ઘણા લોકોએ તેના અકાઉન્ટને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.