Not Set/ સુરત: પોલીસની દાદાગીરી યથાવત, ફરી કર્યો લાઠીચાર્જ

સુરત, સુરતના વરાછામાં પોલીસની દાદાગીરી યથાવત રહી છે. એક દિવસ પહેલા વરાછા વિસ્તારમાં એક દુકાનદાર તથા અન્ય યુવકો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો હતો. જેને લઈને દુકાનદાર યુવકે પોલીસના આ દમન સામે પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી. જેની અદાવત રાખીને વરાછા પોલીસનો કાફલો ફરી ગુરુવારે રાતે એ દુકાન સામે પહોંચ્યો અને નીચે ઉતરીને પોલીસકર્મીઓએ લાઠીચાર્જ […]

Top Stories Gujarat Surat Trending Videos

સુરત,

સુરતના વરાછામાં પોલીસની દાદાગીરી યથાવત રહી છે. એક દિવસ પહેલા વરાછા વિસ્તારમાં એક દુકાનદાર તથા અન્ય યુવકો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો હતો. જેને લઈને દુકાનદાર યુવકે પોલીસના આ દમન સામે પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી.

જેની અદાવત રાખીને વરાછા પોલીસનો કાફલો ફરી ગુરુવારે રાતે એ દુકાન સામે પહોંચ્યો અને નીચે ઉતરીને પોલીસકર્મીઓએ લાઠીચાર્જ શરૂ કરી દીધો. દુકાનમાલિકા પુત્રને માર મારીને દુકાનો પોલીસે બંધ કરાવી. પોલીસના લાઠીચાર્જની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં વરાછા પોલીસ મથકના પીએસઆઈ તથા અન્ય કર્મચારીઓ ખુલ્લેઆમ રોફ જમાવતા દેખાઈ  રહ્યા છે.