સામગ્રી
2 કપ જાડી સ્લાઇસ કરેલા તુરીયા
2 ટીસ્પૂન તેલ
1/2 ટીસ્પૂન જીરૂ
1/2 કપ સમારેલા કાંદા
1/2 ટીસ્પૂન હળદર
1ટીસ્પૂન ખમણેલું આદ
1/2 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
1 3/4 કપ તાજું ટમેટાનું પલ્પ
1 1/2 ટીસ્પૂન ધાણા-જીરા પાવડર
1 ટીસ્પૂન મરચાં પાવડર
1 ટીસ્પૂન આમચૂર
મીઠું (સ્વાદાનુસાર)
સજાવવા માટે
2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
બનાવવાની રીત
એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા ઉમેરી મધ્યમ તાપ પર 1 મિનિટ સુધી સાંતળી લો.
તે પછી તેમાં હળદર, આદૂ, લીલા મરચાં અને 1 ટેબલસ્પૂન પાણી મેળવી મધ્યમ તાપ પર થોડી વધુ સેકંડ સુધી સાંતળી લો.
તે પછી તેમાં ટમેટાનું પલ્પ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
તે પછી તેમાં ધાણા-જીરા પાવડર, મરચાં પાવડર અને આમચૂર પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી રાંધી લો.
છેલ્લે તેમાં તુરીયા અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી લીધા પછી કઢાઇને ઢાંકી મધ્યમ તાપ પર 8 મિનિટ સુધી અથવા તુરીયા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.