Not Set/ આ કારણે પિતાએ કરી આત્મહત્યા: ભૈય્યુજી મહારાજની પુત્રીનું નિવેદન

ભૈય્યુજી મહારાજની પુત્રી કુહુએ સ્થાનિક મિડિયામાં આપેલું કથિત નિવેદન સુર્ખીઓમાં છે. કુહુનું કહેવાનું છે કે તેણી ડો. આયુષીને માતા નથી માનતી, એના કારણે જ ભૈય્યુજી મહારાજે આત્મહત્યાનું પગલું લીધું છે, એને જેલમાં બંધ કરી દો. આ કથન કેટલું સાચું અને કેટલું ખોટું છે, એ પોલીસ તપાસમાં ખબર પડશે. ડો. આયુષીએ પણ કથીત રીતે પરિવારજનો અને નજીકના […]

Top Stories India

ભૈય્યુજી મહારાજની પુત્રી કુહુએ સ્થાનિક મિડિયામાં આપેલું કથિત નિવેદન સુર્ખીઓમાં છે. કુહુનું કહેવાનું છે કે તેણી ડો. આયુષીને માતા નથી માનતી, એના કારણે જ ભૈય્યુજી મહારાજે આત્મહત્યાનું પગલું લીધું છે, એને જેલમાં બંધ કરી દો. આ કથન કેટલું સાચું અને કેટલું ખોટું છે, એ પોલીસ તપાસમાં ખબર પડશે. ડો. આયુષીએ પણ કથીત રીતે પરિવારજનો અને નજીકના લોકો સાથે ચર્ચામાં કહ્યું કે કુહુ તેમને અને એમની પુત્રીને પસંદ કરતી નહતી. તેમ છતાં પોલીસ બધી તપાસ કરીનેજ કોઈ નિર્ણય પર પહોચશે.

 

ડીઆઈજી હરી નારાયણચારી મિશ્રએ બુધવારે જણાવ્યું કે મળેલા પુરાવા અને મામલાની શરૂઆતી તપાસના આધારે અમે કહી શકીએ છીએ કે ભય્યુ મહારાજે ખુદને ગોળી મારી હતી. એમણે આત્મહત્યા કેમ કરી,એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે. એમણે કહ્યું  કે શરૂઆતી તપાસમાં એ વાતના સંકેત જરૂર મળ્યા છે કે તેઓ પારિવારિક કલેશના કારણે તણાવમાં હતા, પરંતુ અલગ-અલગ પુરાવા અને નિવેદનોની વિસ્તૃત તપાસ કર્યા બાદ જ આત્મહત્યાનું અસલી કારણ જાણી શકાશે. ઘટનામાં જે રિવોલ્વરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એને તપાસ માટે મોકલવામાં આવી છે.

 

ભય્યુ મહારાજે મંગળવારે સિલ્વર સ્પ્રિંગ સ્થિત પોતાના ઘરના જે રૂમમાં ખુદને ગોળી મારી હતી એ રૂમ એમની પુત્રી કુહુનો છે. ભય્યુ મહારાજને એમની પુત્રીથી ખુબ લગાવ હતો. બુધવારે સવારે થોડા ટાઈમ માટે એમનું શવ સ્કીમ નંબર 74 સ્થિત ઘર શિવનેરી લઇ ગયા બાદ સુર્યા આશ્રમ પર દર્શન માટે રાખવામાં આવ્યું હતું. એમની પત્ની ડો. આયુષી અને પુત્રી પૂરો સમય પાર્થિવ દેહ પાસેજ રહ્યા હતા. મોટી સંખ્યામાં સમર્થકો અને સામાન્ય લોકોએ અંતિમ દર્શન કાર્ય અને શ્રદ્ધાંજલિ આપી હતી.

હાઈ-પ્રોફાઈલ આધ્યાત્મિક ગુરુ ભૈય્યુજી મહારાજ બુધવારે પંચતત્વમાં વિલીન થઇ ગયા હતા. ભૈય્યુજી મહારાજના અંતિમ સંસ્કારમાં મધ્યપ્રદેશના કોઈ મોટા નેતાઓ હજાર રહ્યા નહતા. જોકે, કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી પંકજા મુંડે પહોચ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે એમના એસઓડીને મોકલ્યા હતા. બંને રાજ્યોના થોડા ધારાસભ્યો પણ શામેલ થયા હતા.

ભૈય્યુજી મહારાજે પોતાની સંપતિ અને બેંક ખાતાઓની જવાબદારી સૌથી નજીકના સેવક વિનાયકને સોંપવામાં આવી છે. વિનાયક મહારાષ્ટ્રના રહેવાવાળા છે. ઇન્દોરના સંપર્કો દ્વારા તેઓ ભય્યું મહારાજના સંપર્કમાં આવ્યા હતા. ઘણાં વર્ષોથી વિનાયક એમનું કામ સંભાળતા હતા. પુત્રી કુહુની જવાબદારી પણ વિનાયાક્ને જ આપવામાં આવી છે. ભૈય્યુજી મહારાજે જયારે ખુદને ગોળી મારી ત્યારે વિનાયક ઘરમાં જ હતા અને  પત્ની આયુષી કોઈ કામથી બહાર હતી.

ઇન્દોર પોલીસ એ વાતની તપાસ કરી રહે છે કે ઘટનાના એક દિવસ પહેલા સોમવારે ભૈય્યુજી મહારાજ જે મહિલાને મળવા રેસ્ટોરન્ટ ગયા હતા એ કોણ હતી. સીસીટીવીમાં બંનેની તસ્વીરો રેકોર્ડ થઇ ગઈ છે. બંને વચ્ચે લગભગ 40 મિનીટ વાત થઇ હતી. કોઈ વાત પર ઉગ્ર ચર્ચા થતી પણ જોવા મળી હતી. એ વખતે ભૈય્યુજી મહારાજને ઓળખતા અન્ય લોકો પણ રેસ્ટોરન્ટમાં હાજર હતા.