Not Set/ સુજાત બુખારીની હત્યામાં લશ્કર આતંકી નાવેદ જટનો હાથ, ૩ શંકાસ્પદ વ્યક્તિના ફોટો જાહેર કર્યા

વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારીનું આંતકીઓ 1996માં અને 2006માં તેમનું અપરહણ થયું હતું. 1996માં 19 પત્રકારો સાથે બુખારીને સાત કલાક સુધી બંધક બનાવીને રાખ્યા હતા. 2006માં તેમને બંધક બનાવીને મારીનાખવાનો પણ પ્રયત્ન કર્યો હતો. સદનસીબે બંધુક જામ થઇ જવાથી તેમની જાન બચી ગઈ હતી. આતંકીઓએ જમ્મુ-કાશ્મીરમાં ઇદ પહેલાનો ગુરૂવાર રક્તરંજીત કરી દીધો હતો. ગત ગુરુવારના દિવસે […]

Top Stories India

વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારીનું આંતકીઓ 1996માં અને 2006માં તેમનું અપરહણ થયું હતું. 1996માં 19 પત્રકારો સાથે બુખારીને સાત કલાક સુધી બંધક બનાવીને રાખ્યા હતા. 2006માં તેમને બંધક બનાવીને મારીનાખવાનો પણ પ્રયત્ન કર્યો હતો. સદનસીબે બંધુક જામ થઇ જવાથી તેમની જાન બચી ગઈ હતી.

આતંકીઓએ જમ્મુ-કાશ્મીરમાં ઇદ પહેલાનો ગુરૂવાર રક્તરંજીત કરી દીધો હતો. ગત ગુરુવારના દિવસે જમ્મુ કાશ્મીરમાં જાણીતા પત્રકાર શુજાત બુખારી અને સેનાના જવાન ઔરંગઝેબની હત્યા કરી દીધી છે. જાણીતા પત્રકાર શુજાત બુખારીની ગુરૂવારે ગોળી મારીને હત્યા કરી દીધી છે.

શુજાત પર બાઇક સવાર અજાણ્યા હુમલાખોરોએ આ હુમલો સાંજે સાડા સાત વાગ્યે શ્રીનગરની પ્રેસ કોલોનીમાં કર્યો હતો. આ હુમલામાં શુજાત બુખારી અને તેમના એક ખાનગી સુરક્ષાકર્મીનું મોત નીપજ્યું છે.

વર્ષ 2000માં તેમના પર હમલો પણ થયો હતો તે પછી તેમને સુરક્ષા પણ આપવામાં આવી હતી. સુજાત બુખારીના મોટા ભાઈ સઈદ બશારત બુખારી પીડીપી-ભાજપા ગઠબંધન સરકારમાં કાનુન મંત્રી છે. સુજાત બુખારીના પરિવારમાં પત્ની અને બે બાળકો છે.

રાજ્યના સીએમ મહેબૂબા મુફ્તીએ પણ શુજાત બુખારીની હત્યા પછી ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું છે. તેમાં મહેબુબાએ લખ્યું કે, ‘હું શુજાત બુખારીની હત્યાના લીધે દુ:ખી છું. હું આ હિંસાની નિંદા કરું છું. મારી સંવેદના બુખારીના પરિવારની સાથે છે.

બુખારી ‘રાઈઝીંગ કાશ્મીર; સિવાય કશ્મીરી ભાષાના અખબાર સંગરમાલ અને ઉર્દુ દૈનિક ‘ બુલંદ કશ્મીર’માં સંપાદક અને પ્રકાશક પણ હતાં. આ સિવાય તેવો જમ્મુ-કાશ્મીરમાં ધ હિંદુના કેટલાક વર્ષ સુધી બ્યુરો ચીફ પણ રહ્યા.