લુકાકુનાં બે ગોલની મદદથી ફિફા વિશ્વ કપની તેમની પ્રથમ મેચમાં સોમવારે બેલ્જિયમે પોતાના પહેલા મુકાબલામાં પનામાને 3-0 થી હરાવી દીધું હતું.
ફર્સ્ટ હાલ્ફમાં એક પણ ગોલ નહોતો થયો જયારે, બેલ્જિયમે ફર્સ્ટ હાલના વિરામ બાદ બીજી જ મિનિટમાં ડેરિસ મેર્ટન્સે એક ગોલ લગાવી બેલ્જિયનને સફળતા આપી હતી. ત્યારબાદ રોમેલુ લુકાકુએ કેવિન ડી બ્રુઇન અને કેપ્ટન ઈડન હઝાર્ડના મદદથી બે ગોલ કરી બેલ્જિયમને જીત અપાવી હતી. બેલ્જિયમના બધા ગોલ સેકંડ હાફમાં (47 મિનિટ, 69 મિનિટ, 75મિનિટ) માં થયા હતા.
મેચ મહત્વના મુદ્દાઓ: 
પનામા ચોક્કસપણે આ મેચ ચૂકી ગયો, પરંતુ આવા મોટા ટુર્નામેન્ટમાં પ્રથમ વખત ભાગ લીધા બાદ, મેચના પહેલા હાફમાં તેમનું પ્રદર્શન શાનદાર હતું. પ્રથમ હાફ પનામાએ સાબિત એક રીતે જીત્યું કહેવાય કારણ કે બેલ્જિયનને ફર્સ્ટ હાફમાં ગોલ બનાવવાના તમામ તકોને નિષ્ફળ કરી દીધી હતી.
આ ગેમમાં પનામા ટીમના ડીફેન્સમાં, કેપ્ટન રોમેન ટોરેસ અને ગોલકીપર જૈમ પેનેડોનું ખુબ મહત્વપૂર્ણ યોગદાન છે. જો કે તે બીજા અડધા ભાગમાં તેની ભવ્ય રમતને શરુ ન રાખી શકતા બેલ્જીયમે તેને બેકફૂટમાં ઘકેલી દીધું હતું.
Playing the McDonald's FIFA #WorldCup Fantasy?
Here's the latest important information: 👇https://t.co/tVtdC4WTU2 pic.twitter.com/NokTB5lxQa
— FIFA World Cup (@FIFAWorldCup) June 18, 2018
પહેલા જ મીનીટમાં કેવિન ડી બ્રુઇને બેલ્જીયમનો મુવ બનાવતા લુકાકુને બોલ પસાર કર્યો હતો, પરંતુ તેમાં તેઓ નિષ્ફળ નીવડ્યા હતા. છઠ્ઠા મીનીટમાં મેયુનીયરના પ્રયાસને પેનેડોએ રોકીને બેલ્જિયમની બઢતને રોકી લીધી હતી.
ફર્સ્ટ હાફમાં નબળી શરૂઆતના કારણે કાલ રોજ બેલ્જિયમની નબળાઈઓ સામે આવી ગઈ છે. જો કે આગળની ગેમમાં તેમને આગળ વધવું હોય તો આ બાબતો તરફ બેલ્જિયમને ધ્યાન દેવું પડશે. જેથી તેઓ આગળ સારું પ્રદર્શન કરી શકે.
પનામા પ્રથમ ગોલને બરાબર કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું તે દરમિયાન લુકાકુએ બેલ્જિયમનો બીજો ગોલ કરીને તેના લીડને બમણી કરી હતી. 67 મી મિનિટમાં લુકાકુએ ડી બ્રુનની મદદથી મળેલા પાસને ગોલમાં બદલાવવામાં સફળ થયા હતા..
લુકાકુ અહીં ન રોકાતા 75 મી મિનિટે પનામાનાં ગોલકિપરના માથા પરથી ગોલ સરકાવી દીધો હતો. પરંતુ સ્થાનિક પ્રેક્ષકોએ પ્રથમ હાફમાં હર્નાન ડેરોયો ગોમેઝની ટીમનો સંપૂર્ણ ટેકો આપ્યો હતો.
