Not Set/ દ્વારકા પોલીસે દારૂનો જંગી જથ્થો પકડી પડ્યો, ઘટનાસ્થળેથી ડ્રાઈવર રફુચક્કર

ભાણવડ, દેવભૂમિ દ્વારકાના પોલીસે ભાણવડ ક્ષેત્રમાંથી જંગી માત્રામાં દારૂની બોટલનો જથ્થો જડપી પાડ્યો છે. જયારે ઘટનાસ્થળેથી ટ્રકનો ડ્રાઈવર નાસી છૂટેલો છે. પોલીસે તેને પકડવાની અને વધારાની તપાસ હાથ ધરી છે. દ્વારકા પોલીસને બાતમી મળી હતી કે દારૂથી પુરેપુરો ભરેલો એક એનએલ-01-એન-5177 નંબરનો ટ્રક રાણાવાવ બાજુથી આવી રહ્યો છે. જેના આધારે પોલીસે પોતાની આંખો પહોળી કરી […]

Top Stories Gujarat Others

ભાણવડ,

દેવભૂમિ દ્વારકાના પોલીસે ભાણવડ ક્ષેત્રમાંથી જંગી માત્રામાં દારૂની બોટલનો જથ્થો જડપી પાડ્યો છે. જયારે ઘટનાસ્થળેથી ટ્રકનો ડ્રાઈવર નાસી છૂટેલો છે. પોલીસે તેને પકડવાની અને વધારાની તપાસ હાથ ધરી છે.

દ્વારકા પોલીસને બાતમી મળી હતી કે દારૂથી પુરેપુરો ભરેલો એક એનએલ-01-એન-5177 નંબરનો ટ્રક રાણાવાવ બાજુથી આવી રહ્યો છે. જેના આધારે પોલીસે પોતાની આંખો પહોળી કરી હતી અને અમુક શંકાસ્પદ સ્થળો પર ચાંપતી નજર રાખી હતી. રાત્રીના બે વાગ્યે જયારે પોલીસ ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારના કપુરડી પાટિયા પાસે વોચ રાખી રહી હતી ત્યારે ઉપર્યુક્ત જણાવેલા નંબરવાળો ટ્રક ત્યાં આવી પહોંચ્યો હતો.

પોલીસ સામે જોઈ એક શખ્સ (સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે તેનું નામ ગુરુદેવસિંહ સરવનસિંહ જાટ છે.) ટ્રકમાંથી ઉતારી છુમંતર થઇ ગયો હતો. આ ઘટના બાદ પોલીસે ટ્રકની તપાસ ચાલુ કરી હતી. જેમાં પોલીસને દારૂનો મોટ્ટો જથ્થો મળી આવ્યો હતો. આ ઘટન મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.