Not Set/ ઇંગ્લેન્ડના પ્રવાસ પર ટીમ ઇન્ડિયાના આ 4 ખેલાડી પર રહેશે તમામની નજર

વિદેશી પ્રવાસ પર શાનદાર પર્ફોમન્સ જ કોઈ ક્રિકેટરની આગામી અગ્નિપરીક્ષા હોય છે. સ્થાનિક મેદાન પર સારુ પ્રદર્શન મહત્વપૂર્ણ હોય તો છે પરંતુ ખેલાડી ટેંપરામેંટ અને સ્કિલની યોગ્ય પરીક્ષા વિદેશી પિચો પર જ થાય છે. સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, કુમાર સંગાકારા, ઝહિર ખાન અને મુથૈયા મુરલીધરન વિદેશી ધરતી પર શાનદાર પ્રદર્શન કરીને જ મહાન ખેલાડીઓની શ્રેણીમાં […]

Sports

વિદેશી પ્રવાસ પર શાનદાર પર્ફોમન્સ જ કોઈ ક્રિકેટરની આગામી અગ્નિપરીક્ષા હોય છે. સ્થાનિક મેદાન પર સારુ પ્રદર્શન મહત્વપૂર્ણ હોય તો છે પરંતુ ખેલાડી ટેંપરામેંટ અને સ્કિલની યોગ્ય પરીક્ષા વિદેશી પિચો પર જ થાય છે. સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, કુમાર સંગાકારા, ઝહિર ખાન અને મુથૈયા મુરલીધરન વિદેશી ધરતી પર શાનદાર પ્રદર્શન કરીને જ મહાન ખેલાડીઓની શ્રેણીમાં સામેલ થયા છે.

આ ખેલાડીઓ પરથી પ્રેરણા લઈને જ ઘણા બધા ક્રિકેટર વિદેશી પિચો પર સારુ પ્રદર્શન કરવાના લક્ષ્યને લઈને આગળ વધે છે. ત્યારે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડયાના ચાર ખેલાડી એવા છે જે પોતાના પ્રશંસકો અને રાષ્ટ્રીય પસંદગીકર્તાની નજરમાં બની રહેવા માટે સારુ પ્રદર્શન કરવા માંગશે. જેમાં આઈપીએલ ૨૦૧૮ની સનરાઈઝ હૈદરાબાદ તરફથી રમનાર ઝડપી બોલર સિદ્ધાર્થ કૌલ છે. પંજાબના આ યુવા ઝડપી બોલરે પોતાની ઝડપી અને બોલિંગથી તમામનુ ધ્યાન ખેંચ્યુ છે. તેણે આ વખતે ૧૭ મેચોમાં ૨૧ વિકેટ ઝડપી અને તેની ઈકોનોમી૮.૨૮ની રહી હતી.

આ ઉપરાંત સિનીયર ખેલાડી દિનેશ કાર્તિક પણ પસંદગીકર્તાઓની નજરમાં રહેશે. તેણે પોતાના કરીયરમાં ઘણા ઉતાર ચઢાવ જાયા છે. જાકે છેલ્લા કેટલાક સમયથી તેનુ પ્રદર્શન સુધરતા તેને ફરી એકવાર ટીમમાં જગ્યા મળી છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા સામે શાનદાર સદી ફટકારી ટીમ ઈન્ડયાને જીત અપાવનાર મનીષ પાંડેને છેલ્લા કેટલાક વર્ષથી એક સંભવિત સારા ખેલાડીના રુપમાં જાવામાં આવે છે. જો કે, આઈપીએલ ૨૦૧૮માં તેનુ પ્રદર્શન ખાસ રહ્યુ ન હતુ. જાકે તેમ છતા તે ટી-૨૦માં સારુ પ્રદર્શન કરવા સક્ષમ છે. આ ઉપરાંત ૩૧ વર્ષીય સુરેશ રૈના પર પણ પસંદગીકર્તાઓએ વિશ્વાસ મુક્યો છે. આઈપીએલ ૨૦૧૮માં તેના શાનદાર પ્રદર્શન બાદ આશા રખાઈ રહી છે કે તે પોતાને મળેલ તકનો પુરે પુરો ફાયદો ઉઠાવશે.