Not Set/ જામનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન યથાવત, પ્રમુખની બિનહરીફ વરણી

ગુજરાત, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી જિલ્લા અને તાલુકા મુખ્ય મથકો પર હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભાજપે જિલ્લા અને તાલુકા પંચાયતો પોતાના તરફે કરવા માટે શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને સત્તા મેળવવા પ્રયાસ કર્યા હતા. તો, કૉંગ્રેસે પોતાનની સત્તા જાળવી રાખવા પ્રયાસ કર્યા હતા. જ્યાં ગીર સોમનાથ જિલ્લા પંચાયતના […]

Top Stories Gujarat Trending Videos

ગુજરાત,

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી જિલ્લા અને તાલુકા મુખ્ય મથકો પર હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભાજપે જિલ્લા અને તાલુકા પંચાયતો પોતાના તરફે કરવા માટે શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને સત્તા મેળવવા પ્રયાસ કર્યા હતા. તો, કૉંગ્રેસે પોતાનની સત્તા જાળવી રાખવા પ્રયાસ કર્યા હતા.

જ્યાં ગીર સોમનાથ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી જિલ્લા કલેક્ટર અજય પ્રકાશના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં પ્રમુખ પદે ભાજપના રૈયાબેન ડાયાભાઈ જાલોન્દ્રા અને ઉપપ્રમુખ પદે બાબુભાઇ વાઘેલાની બહુમતીએ વરણી કરવામાં આવી હતી. 2 અપક્ષના સહારે ભાજપે સત્તા જાળવી રાખી છે.

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની પ્રમુખ અને ઉપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસનો કબજો હતો. કોંગ્રેસ પાસે બહુમતી હોવાથી પોતાની સતા જાળવી રાખી હતી. કોંગ્રેસના પ્રમુખ તરીકે ધોરીયા કલ્પનાબેન અને ઉપ પ્રમુખ તરીકે  કાંતિભાઈ રામાજીભાઈ ટમાલીયાની વરણી કરવામાં આવી.

જેમાં ભાજપના એક પણ સદસ્યો હાજર રહયા ન હતા. જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે માંગરોળ ઓજી વિસ્તારમાંથી ચૂંટાયેલા સેજાભાઈ કરમટા વરણી થઈ. ઉપપ્રમુખ તરીકે ઉમાંબેન પ્રવીણ ભાઈ ચાવડાની વરણી થઇ. જીલ્લા પંચાયત ઉપર કોંગ્રેસ નો કબજો યથાવત રહ્યો છે..

જામનગર જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસનું શાસન યથાવત જોવા મળ્યુ હતુ. જિ.પંના પ્રમુખ તરીકે નયનાબેન માધાણી બિનહરીફ ચૂંટાયા છે..અને ઉપ પ્રમુખ તરીકે વશ્રામભાઈ આહીર ચૂંટાયા છે..