Not Set/ “વન-ડે ક્રિકેટમાં બે બોલનો નિયમ બોલરો માટે છે બરબાદીનું એક સાધન” : સચિન તેંડુલકર

મુંબઈ, ભારતીય ટીમના દિગ્ગજ ક્રિકેટર અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે એક દિવસીય ક્રિકેટના ફોર્મેટમાં ઉપયોગ કરવામાં આવતા બે બોલના નિયમ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના વન-ડે મેચમાં બે બોલના નિયમની આલોચના કરતા સચિન તેંડુલકરે જણાવ્યું, “આ નિયમ બોલરો માટે બરબાદીનું એક સાધન છે”. માસ્ટર બ્લાસ્ટર સચિનનું આ નિવેદન હાલમાં જ ઈંગ્લેંડ […]

Trending Sports

મુંબઈ,

ભારતીય ટીમના દિગ્ગજ ક્રિકેટર અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે એક દિવસીય ક્રિકેટના ફોર્મેટમાં ઉપયોગ કરવામાં આવતા બે બોલના નિયમ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના વન-ડે મેચમાં બે બોલના નિયમની આલોચના કરતા સચિન તેંડુલકરે જણાવ્યું, “આ નિયમ બોલરો માટે બરબાદીનું એક સાધન છે”.

માસ્ટર બ્લાસ્ટર સચિનનું આ નિવેદન હાલમાં જ ઈંગ્લેંડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી હાઈ સ્કોરિંગ મેચ બાદ આવ્યું છે.

સચિન તેંડુલકરે ટ્વીટ દ્વારા જણાવ્યું, “વન-ડે ક્રિકેટમાં મેચમાં બોલને રિવર્સ સ્વિંગ માટે જેટલો સમય જરૂરી છે તે પ્રમાણમાં જરૂરી જૂનો થઇ શકતો નથી, જેથી અમને રિવર્સ સ્વિંગ જોવા મળે. પરંતુ રિવર્સ સ્વિંગ જોવામાં આવતી નથી કે જે બોલરો માટે અંતિમ ઓવરોનું મુખ્ય હથિયાર હતું”.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ODI મેચની શ્રેણીની ત્રીજી મેચમાં યજમાન ટીમે ૬ વિકેટના નુકશાને ૪૮૧ રનનો સ્કોર ખડકયો હતો. આ સ્કોર મેન્સ વન-ડે ક્રિકેટ ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોર છે.

આ મેચ બાદ ચોથી મેચમાં પણ ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલા ૩૧૩ રનના વિશાળ સ્કોરને ઈંગ્લેંડની ટીમે ૪૪.૪ ઓવરમાં વટાવી દીધો હતો.

https://twitter.com/waqyounis99/status/1009912406431002624

માસ્ટર બ્લાસ્ટર ૨ નવા બોલ અંગેના નિવેદનનું પાકિસ્તાનના પૂર્વ મહાન બોલર વકાર યુનુસે પણ સમર્થન કર્યું છે. તેઓએ કહ્યું, “આ જ કારણ છે કે હવે આક્રમક ઝડપી બોલરો આવતા નથી. તમામ ખેલાડીઓ રક્ષાત્મક રીતે રમી રહ્યા છે. હું સચિનની વાતો સાથે પૂર્ણ રૂપથી સહમત છું કે રિવર્સ સ્વિંગ લુપ્ત થઇ રહી છે”.

ODI ક્રિકેટમાં શું હોય છે ૨ બોલનો નિયમ ?

ICC દ્વારા ઓક્ટોબર, ૨૦૧૧ના રોજ પોતાના વન-ડે ક્રિકેટના નિયમોમાં સંશોધન કરતા બે બોલનો નિયમ લાગુ કર્યો હતો. આ નિયમ હેઠળ એક ઇનિંગ્સમાં ૨૫-૨૫ ઓવર બે બોલ દ્વારા બોલિંગ કરવામાં આવતી હોય છે. આ પહેલા એક બોલ દ્વારા જ ૫૦ ઓવર પૂરી કરવામાં આવતી નથી, ત્યારે બોલને રિવર્સ સ્વીંગ મળતી હતી.