Not Set/ મહિલાએ દુષ્કર્મની નોંધાવી ફરિયાદ, આરોપી બીટકોઈનના રૂપિયાની કરાવતો હેરાફેરી

છેલ્લા કેટલાય સમયથી શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં એક મહિલાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં મનસુખ વડોદરિયા નામના વ્યક્તિ સામે દુષ્કર્મની આચર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટના પર નજર કરીએતો મહિલાએ થોડા સમય અગાઉ મનસુખ નામના વ્યક્તિ પાસેથી 6 લાખ રૂપિયા વ્યાજે […]

Ahmedabad Trending

છેલ્લા કેટલાય સમયથી શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં એક મહિલાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં મનસુખ વડોદરિયા નામના વ્યક્તિ સામે દુષ્કર્મની આચર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર ઘટના પર નજર કરીએતો મહિલાએ થોડા સમય અગાઉ મનસુખ નામના વ્યક્તિ પાસેથી 6 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.

આ વ્યાજે લીધેલા રૂપિયા મહિલાએ ભરપાઈ કરી દીધા હોવા છતાં વ્યાજખોરે તેણે ત્રાસ આપવાની ચાલુ રાખ્યું હતુ અને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાધતો હતો.

ઉલ્લેખનિય છે કે મહિલાએ પોલીસને આપેલી માહિતી પ્રમાણે આરોપી તેની પાસે બીટ કોઈન વેચી આંગડિયા મારફતે રૂપિયાની હેરાફેરી કરાવતો હતો.

હાલ તો પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે અને આરોપી ઝડપાયા બાદ બીટ કોઈન અંગે નવા ખુલાસા થાય તેમ લાગી રહ્યું છે.