મુંબઇ,
લાંબા સમય બાદ લસ્ટ સ્ટોરીઝ ફિલ્મથી બોલીવુડમાં વાપસી કરનાર સંજય કપુરને વધુ એક ફિલ્મ મળી છે. તે હવે બેઢબ ફિલ્મમાં ડબલ રોલમાં નજરે પડશે. લસ્ટ સ્ટોરીઝ ફિલ્મમાં સંજય કપુરના પાત્રની ખૂબ જ પ્રશંસા થઈ છે. ખૂદ કરણ જાહરે પણ સંજય કપુરના પાત્ર અને તેના અભિનયની પ્રશંસા કરી હતી.
ત્યારે પોતાની નવી ફિલ્મ અંગે સંજયે જણાવ્યુ હતું કે આ ફિલ્મ અન્ય ફિલ્મો કરતા અલગ સાબિત થશે. જેની મદદથી અમે લોકોને ખૂબ સરસ સંદેશ પણ આપીશું. સંજયે જણાવ્યુ હતું કે, હું હંમેશા ઈન્ટરેસ્ટીંગ પાત્રની પસંદગી કરવામાં વિશ્વાસ કરુ છું. ફિલ્મના અનોખા ટાઈટલ બેઢબને લઈ સંજયે જણાવ્યુ હતું કે આ ટાઈટલને સમજવામાં થોડો સમય લાગશે.
આમ પણ જે ટાઈટલ સાથે એક સારી ફીલિંગ જાડાયેલ હોય તે હંમેશા લીકથી હટકે હોય છે. ફિલ્મ રીલીઝ થયા બાદ આવા ટાઈટલ જ સૌથી વધુ પ્રભાવિત સાબિત થતા હોય છે.





