Not Set/ એક દેશ એક ટેક્સ એ દેશના લોકોનું સપનું હતું, જે હકીકતમાં બદલાઈ રહ્યું છે : PM મોદી

નવી દિલ્હી, જૂન મહિનાના અંતિમ અને ચોથો રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “મન કી બાત” કાર્યક્રમ હેઠળ દેશવાસીઓને સંબોધિત કર્યાં હતા. પીએમ મોદીના મન કી બાતનું આ ૪૫મું સંસ્કરણ છે. પીએમ મોદીએ રેડિયો પર મન કી બાતમાં મુખ્યત્વે હાલમાં ૨૧માં જૂનના રોજ ઉજવવામાં આવેલા અંતરરાષ્ટ્રીય યોગ દિવસ, રમત અને ભાજપના ફાઉન્ડર ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અંગે […]

Top Stories India Trending

નવી દિલ્હી,

જૂન મહિનાના અંતિમ અને ચોથો રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “મન કી બાત” કાર્યક્રમ હેઠળ દેશવાસીઓને સંબોધિત કર્યાં હતા. પીએમ મોદીના મન કી બાતનું આ ૪૫મું સંસ્કરણ છે.

પીએમ મોદીએ રેડિયો પર મન કી બાતમાં મુખ્યત્વે હાલમાં ૨૧માં જૂનના રોજ ઉજવવામાં આવેલા અંતરરાષ્ટ્રીય યોગ દિવસ, રમત અને ભાજપના ફાઉન્ડર ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અંગે ખાસ ચર્ચા કરી હતી.

તેઓએ જણાવ્યું, યોગ હવે રાષ્ટ્ર, જાતિ અને ધર્મની સીમાઓ તોડીને તમામને એક કરી રહ્યું છે. આ ઉપરાંત તેઓએ હાલમાં બેંગલુરુમાં રમાયેલી ભારત અને અફઘાનિસ્તાનની ઐતિહાસિક ટેસ્ટ મેચ અંગે ચર્ચા કરી હતી અને સેનાના શાહ્સને પણ સલામ કર્યું હતું.

મન કી બાતમાં દેશવાસીઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું,

ગુડ્સ એન્ડ સર્વિસ (GST)ને એક વર્ષ પૂર્ણ થવાના આરે છે. “One Nation, One Tax” એટલે કે એક દેશ એક ટેક્સ એ દેશના લોકોનું સપનું હતું, જે હકીકતમાં બદલાઈ રહ્યું છે”.

ભારતની આઝાદીનો સંઘર્ષ ખૂબ લાંબો અને વ્યાપક રહ્યો છે તેમજ તે અગણિત શહાદતોથી ભરાયેલો છે. ૨૦૧૯માં પંજાબના જલિયાવાલા બાગમાં થયેલી ઘટનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, જેમાં પૂરી માનવતા શર્મશાર થઇ હતી.

૨૩ જૂનના રોજ ભારતીય જનતા પાર્ટીના ફાઉન્ડર ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ હતી. શ્યામા પ્રસાદ મુખર્જીએ શિક્ષણ, એડમિનિસ્ટ્રેશન અને સંસદીય મામલાઓ જેવા ક્ષેત્રોમાં ખૂબ કામ કર્યું છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે કલકત્તા યુનિવર્સીટીના ૩૩ વર્ષની સૌથી નાની ઉંમરના તેઓ કુલપતિ હતા.

શ્યામા પ્રસાદ મુખરજીની રાષ્ટ્રવાદની ભાવના અંગે જણાવતા કહ્યું કે, “તેઓ અખંડ ભારતના સમર્થક હતાં. તેઓએ  દેશની અખંડતા માટે પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. તેમના પ્રયાસોના કારણે જ બંગાળનો એક ભાગ આજે ભારતનો અખંડ હિસ્સો બની રહ્યો”.

એક સમાન કર જીએસટીને મોટો આર્થિક સુધારો ગણાવતા વડાપ્રધાને કહ્યું કે, “આ કાયદાથી વચેટીયાઓની ભૂમિકા સપાપ્ત થઈ ગઈ છે. દેશના ઈમાનદાર લોકોમાં જીએસટીને લઈને ઉત્સાહ છે. મને દેશભરના લોકોના સંદેશ આ મહત્વપૂર્ણ ટેક્ષ સુધારને લઈને મળતા રહે છે”.

૨૧ જૂન ચોથા આંતરરાષ્ટ્રીય યોપ્ગ દિવસ પર કઈક અલગ જ નજારો હતો. દુનિયાભરમાં આ દિવસને ખૂબ ઉત્સાહ ભેર મનાવવામાં આવ્યો હતો. બ્રાઝિલ, યુરોપની સંસદમાં, ન્યુયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરમાં ,જાપાન સહિતના તમામ દેશોમાં લોકોએ યોગ કર્યાં હતા.

અમારી વાયુસેનાના યોદ્ધાઓએ આકાશમાં ૧૫ હજાર ફૂટની ઉંચાઈ પર યોગાસન કરીને તમામને સ્તબ્ધ કરી દીધા હતા. આ ઉપરાંત અમારા જવાઓને અલગ – અલગ યુદ્દજહાજો તેમજ લદ્દાખની ૧૮ હજાર ફૂટની ઉંચાઈ પર જવાનોએ યોગ કર્યાં હતા.