Not Set/ પાટીદારની હત્યા પછી કલોલ-કડી સજ્જડ બંધ, છત્રાલમાં ભારેલો અગ્નિ,ભારે પોલિસ બંદોબસ્ત

છત્રાલ, કલોલના છત્રાલ ગામમાં એક પાટીદાર વેપારીની હત્યા પછી આજે મામલો એટલો ગરમાયો હતો કે કલોલ તાલુકા બંધનું એલાન અપાયું હતું. મંગળવારે વહેલી સવારથી કલોલના  મુખ્ય બજારમાં ઓછી હાજરી જોવા મળતી હતી, જ્યારે છત્રાલની આજુબાજુના વિસ્તારમાં ભારે તંગદિલી જોવા મળતી હતી. કડીમાં પણ બંધનું એલાન આપતાં વહેલી સવારથી બજારો બંધ જોવા મળ્યાં હતા. કડી અને […]

Top Stories

છત્રાલ,

કલોલના છત્રાલ ગામમાં એક પાટીદાર વેપારીની હત્યા પછી આજે મામલો એટલો ગરમાયો હતો કે કલોલ તાલુકા બંધનું એલાન અપાયું હતું. મંગળવારે વહેલી સવારથી કલોલના  મુખ્ય બજારમાં ઓછી હાજરી જોવા મળતી હતી, જ્યારે છત્રાલની આજુબાજુના વિસ્તારમાં ભારે તંગદિલી જોવા મળતી હતી. કડીમાં પણ બંધનું એલાન આપતાં વહેલી સવારથી બજારો બંધ જોવા મળ્યાં હતા.

કડી અને કલોલ બંધના એલાનના પગલે ભારે પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

છત્રાલ વિસ્તારમાં છેલ્લાં 8 મહિનાથી કોમી તંગદિલી ફેલાઇ છે.અગાઉ એક મુસ્લીમની હત્યા પછી હવે પાટીદાર આધેડની હત્યા થઇ જતાં કલોલ અને આજુબાજુના વિસ્તારમાં તંગદિલી ચાલુ હતી.

અગાઉ થયેલી કોમી અથડામણમાં એક મુસ્લિમ યુવકનું મોત નીપજયું હતું તેમ છતાં કોમી હિંસાને ડામવામાં પોલીસ વામણી પુરવાર થઈ છે. ત્યારે અગાઉ થયેલી કોમી અથડામણની અદાવતમાં કેટલામ મુસ્લિમ શખ્સોએ પાટીદાર આધેડની હત્યા કરતાં પરિસ્થિતિ તંગ બની ગઈ છે.

છત્રાલમાં રહેતા અશોકભાઈ રણછોડભાઈ પટેલ ગઈકાલે મોડી સાંજે છત્રાલ જીઆઈડીસી ફેઝ-૧ માંથી પસાર થતા હતા તે વખતે કેટલાક મુસ્લિમ ઈસમોએ તેમને આંતરીને તિક્ષ્ણ હથિયાર તથા બોથડ પદાર્થના નવ ઘા મારીને ઘાતકી હત્યા કરી દીધી હતી. મૃતક અશોકભાઈના મોટા પુત્ર અંકિતે ફરીયાદમાં જણાવ્યું છે કે તેના પિતરાઈ ભાઈ કલ્પેશ ઉપર મુસ્લિમ ઈસમોએ હુમલો કરતાં કલ્પેશે ફરિયાદ આપી હતી. જેની અદાવતમાં ત્રણેક દિવસ અગાઉ તેના પિતા અશોકભાઈને ધાકધમકી મળી હતી.

ધમકી મળતાં અશોકભાઈએ પોતાના પુત્ર અંકિતને આ અંગે વાત કરી હતી. જેથી અંકિતે પિતાને ફરિયાદ કરવાનું કહયું હતું. જો કે ડરના માર્યા તેમણે ફરિયાદ આપી નહોતી. ત્યારે ગઈકાલે રાત્રે અશોકભાઈની હત્યા થઈ હતી. જેથી પુત્ર અંકિતની ફરિયાદના આધારે કલોલ તાલુકા પોલીસે ધાકધમકી આપનાર ઉપરોકત શકમંદ સાત આરોપીઓ વિરૃધ્ધ ખુનનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ માટે દોડધામ શરૃ કરી છે. ત્યારે બીજી તરફ આ ઘટના બાદ પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.

અશોકભાઇના પરિવારજનોએ આરોપી ના પકડાય ત્યાં સુધી તેમની લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

મંગળવારે કલોલ બંધનું એલાન આપવામાં આવ્યું છે.અશોકભાઇના પરિવારજનોએ હત્યાના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા માંગણી કરી છે. અશોકભાઇની હત્યામં સંડોવાયેલાં મોઈનુર હક્ક ઉર્ફે કાલુમીયાં,અસલમ ઉર્ફે બોડીયો સહિત સાત શખ્સો ફરાર છે.