Not Set/ રાજસ્થાન : અભ્યાક્રમમાં કરાયો ફેરફાર, વીર સાવરકરને બતાવ્યા અંગ્રેજોની માંફી માંગતા

રાજસ્થાનમાં સરકાર બદલાયા બાદ હવે શાળાનાં અભ્યાસક્રમમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. રાજસ્થાન સરકારનાં શિક્ષણ વિભાગે શાળાનાં અભ્યાસક્રમમાં વીર સાવરકરનાં જીવનનાં હિસ્સામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આપને જણાવી દઇએ કે, આ પહેલા રાજ્યની ભાજપની સરકારમાં વિનાયક દામોદર સાવરકરને વીર, મહાન દેશભક્ત અને મહાન ક્રાંતિકારી બતાવવામાં આવ્યો હતો. પરંતુ હવે જ્યારે રાજ્યમાં કોંગ્રેસની સરકાર […]

Top Stories India Politics

રાજસ્થાનમાં સરકાર બદલાયા બાદ હવે શાળાનાં અભ્યાસક્રમમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. રાજસ્થાન સરકારનાં શિક્ષણ વિભાગે શાળાનાં અભ્યાસક્રમમાં વીર સાવરકરનાં જીવનનાં હિસ્સામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આપને જણાવી દઇએ કે, આ પહેલા રાજ્યની ભાજપની સરકારમાં વિનાયક દામોદર સાવરકરને વીર, મહાન દેશભક્ત અને મહાન ક્રાંતિકારી બતાવવામાં આવ્યો હતો. પરંતુ હવે જ્યારે રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે ત્યારે શાળાનાં અભ્યાસક્રમમાં તેમણે વીરની જગ્યાએ જેલની યાતનાઓથી દુઃખી થઇને બ્રિટિશ સરકારથી દયાની યાચના કરનાર બતાવવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, સરકારનું કહેવુ છે કે, તે વિદ્યાર્થીઓને યોગ્ય રીતે ઈતિહાસને જોવા માટે અભ્યાસક્રમમાં ફેરફાર કરી રહ્યા છે. પ્રદેશનાં શિક્ષા રાજ્યમંત્રી ગોવિંદ સિંહ દોતાસરાનું કહેવુ છે કે, અભ્યાસક્રમની સમીક્ષા માટે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યુ છે. તેમના પ્રસ્તાવ અનુસાર અભ્યાસક્રમ તૈયાર થયો છે. અહી કોઇ પણ પ્રકારની રાજનીતિ કરવામાં આવી નથી. તે છતા જો અભ્યાસક્રમને લઇને કોઇ મામલો સામે આવશે તો તેના પર અમલ કરવામાં આવશે. એક રિપોર્ટ મુજબ, દોતાસર કહી છે કે, તત્કાલિન ભાજપ સરકારે શિક્ષા વિભાગને એક પ્રયોગશાળા બનાવી દીધી હતી. RSSની રાજનીતિક હિતોની પૂર્તિ માટે અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. વીર સાવરકરની જીવનીનાં તથ્યોની સમીક્ષા અમીરી સરકારની સમિતિ દ્વારા કરવામાં આવી, જેમા સામે આવ્યુ કે, રાજનીતિક હિતો માટે સાવરકરની છબીને સારી બતાવવામાં આવી.