Not Set/ ૪૩ વર્ષ પહેલા લાગુ કરાયેલી ઈમરજન્સીમાં વર્તમાન PM મોદીએ અન્ડરગ્રાઉન્ડ રહી કર્યું હતું આ કામ

નવી દિલ્હી, આજથી ૪૩ વર્ષ પહેલા દેશભરમાં આઝાદી બાદ પ્રથમવાર ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. દેશમાં ૨૫ જૂનની મધરાત્રિએ ઈમરજન્સી ઘોષિત કર્યા બાદ આગલા દિવસે સવારે જ દેશભરમાં રેડિયો પર વર્તમાન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ આ અંગે ઘોષણા કરી હતી. રેડિયો પર દેશાવાસીઓને સંબોધતા ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું, “ભાઈઓ અને બહેનો, રાષ્ટ્રપતિજીએ કટોકટીની ઘોષણા કરી છે”. દેશમાં લાગુ કરાયેલી […]

India Trending

નવી દિલ્હી,

આજથી ૪૩ વર્ષ પહેલા દેશભરમાં આઝાદી બાદ પ્રથમવાર ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. દેશમાં ૨૫ જૂનની મધરાત્રિએ ઈમરજન્સી ઘોષિત કર્યા બાદ આગલા દિવસે સવારે જ દેશભરમાં રેડિયો પર વર્તમાન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ આ અંગે ઘોષણા કરી હતી.

રેડિયો પર દેશાવાસીઓને સંબોધતા ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું, “ભાઈઓ અને બહેનો, રાષ્ટ્રપતિજીએ કટોકટીની ઘોષણા કરી છે”.

દેશમાં લાગુ કરાયેલી આ ઈમરજન્સીને મંગળવારે ૪૩ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી દેશભરમાં કોંગ્રેસ પાર્ટી વિરુધ હલ્લાબોલ કરશે. આ દરમિયાન પીએમ મોદી દ્વારા આ કટોકટીને લઇ ઘણા બધા ટ્વીટ કર્યા છે.

જો કે આ આજના સમયમાં પણ લોકોને સવાલો ઉભા થઇ રહ્યા છે, કટોકટી દરમિયાન નરેન્દ્ર મોદી ક્યાં હતા અને શું કરી રહ્યા હતા. ત્યારે આ અંગે પીએમ મોદીની વેબસાઈટ narendramodi.in પર ઈમરજન્સી અંગેના કેટલાક મહત્વના ભાગ બનાવવામાં આવ્યા છે.

ઈમરજન્સી દરમિયાન શું કરી રહ્યા હતા નરેન્દ્ર મોદી ?

વર્ષ ૧૯૭૫માં દેશમાં કટોકટી લાગુ થયા બાદ આંદોલન કરી રહેલા ઘણા નેતાઓની ધરપકડ કરાઈ હતી, જો કે આ દરમિયાન હિંદુ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પૂરી રીતે સક્રિય હતું અને અન્ડરગ્રાઉન્ડ રહીને કામ કરી રહ્યું હતું.

જો કે આ RSSના પ્રચારકોમાં નરેન્દ્ર મોદીને પણ આંદોલન, બેઠકો, સાહિત્ય સહિતની વ્યવસ્થા બનાવવા માટે જવાબદારી સોપવામાં આવી હતી.

આ દિવસોમાં વર્તમાન પીએમ મોદી નાથાલાલ જાગદા અને વસંત ગજેન્દ્ર સાથે સક્રિય રૂપથી કામ કરી રહ્યા હતા. આ દરમિયાન RSS પર પણ પ્રતિબંધ પણ લાગ્યો હતો અને કેટલાક સંઘના પ્રચારકોની ધરપકડ કરાઈ હતી.

વેશ બદલીને કામ કરી રહ્યા હતા મોદી

જો કે આ નેતાઓની ધરપકડ કરવામાં આવી રહી હતી ત્યારે અન્ય વરિષ્ટ વ્યક્તિ નાથાલાલ જાગડા મોદીને એક સ્કૂટર પર લઇ જઈને સુરક્ષિત જગ્યા પર પહોચાડ્યા હતા. આ સમયે માહિતી અને પ્રસારણ પર સંપૂર્ણ રીતે બંધ હતું, પરંતુ મોદીએ બંધારણ, કાયદો, કોંગ્રેસની સરકાર અંગે જાણકારી માટે જરૂરી સાહિત્ય ગુજરાત અને અન્ય રાજ્યો માટે જનારી ટ્રેનોમાં રાખી હતી.

પીએમ મોદીની વેબસાઈટ narendramodi.in બતાવવામાં આવ્યું, મોદી સતત વેશ બદલીને જેલમાં જતા હતા અને જેલમાં બંધ નેતાઓ માટે મહત્વપૂર્ણ જાણકરી પહોચાડતા હતા. જો કે આ સમયે તેઓની ધરપકડનો ખતરો યથાવત હતો.

આ નેતાઓની કરાઈ હતી ધરપકડ

મહત્વનું છે કે, આ દરમિયાન ઈમરજન્સી વિરુધ આંદોલનના નેતા જયપ્રકાશ નારાયણ, જ્યોર્જ ફર્નાન્ડીસ, અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી, નરેન્દ્ર મોદી, અરુણ જેટલી અને મુલાયમસિંહ યાદવ સહિતના આગેવાનોને જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રેસની આઝાદી પર રોલ લગાવાઈ હતી તેમજ નાગરિકોના મૌલિક અધિકારો છીનવી ગયા હતા.