Not Set/ IPS ઓફિસર સામે યુવતીએ મુક્યો સનસનીખેજ આક્ષેપ,વાંચશો તો ચોંકી જશો

ઔરંગાબાદ, મહારાષ્ટ્રમાં એક આઇપીએસ અધિકારી પર યુવતીએ રેપનો આરોપ મુકતા સનસનાટી મચી છે.આ યુવતીનો આરોપ છે કે પોલિસ અધિકારી તેને નોકરીની લાલચ આપીને તેની પર વારંવાર રેપ કરતાં રહ્યાં હતા.આઇપીએસ અધિકારીના હવસનો ભોગ બનેલી યુવતી એક મહિલા કોન્સ્ટેબલની દીકરી હોવાનું બહાર આવ્યું છે. આ અંગે આઈપીએસ અધિકારી સામે કેસ પણ દાખલ થયો છે. 23 વર્ષની […]

India

ઔરંગાબાદ,

મહારાષ્ટ્રમાં એક આઇપીએસ અધિકારી પર યુવતીએ રેપનો આરોપ મુકતા સનસનાટી મચી
છે.આ યુવતીનો આરોપ છે કે પોલિસ અધિકારી તેને નોકરીની લાલચ આપીને તેની પર
વારંવાર રેપ કરતાં રહ્યાં હતા.આઇપીએસ અધિકારીના હવસનો ભોગ બનેલી યુવતી એક
મહિલા કોન્સ્ટેબલની દીકરી હોવાનું બહાર આવ્યું છે. આ અંગે આઈપીએસ અધિકારી
સામે કેસ પણ દાખલ થયો છે.

23 વર્ષની યુવતીએ કરેલી પોલિસ ફરિયાદ પ્રમાણે મહારાષ્ટ્રના  ઔરગાંબાદ
ઝોન-2ના ડીસીપી રાહુલ શ્રીરામે ફેબ્રુઆરીથી લઈને 21 જુન સુધી તેની
વારંવાર પર બળાત્કાર કર્યો હતો.હાલ આરોપી રાહુલ શ્રીરામે રજા પર ઉતરી ગયા
છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ડીસીપી અને પીડિતા ડિવિઝનલ સ્પોર્ટ્સ
કોમ્પ્લેક્સમાં મોર્નિંગ વોક દરમિયાન એકબીજાને મળ્યા હતા, અને તેમણે
એકબીજાના નંબરની પણ આપલે કરી હતી. પીડિતા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી
કરી હતી, અને ડીસીપીનો તેણે માર્ગદર્શન મેળવવા સંપર્ક કર્યો હતો. આરોપીએ
પીડિતાને મટિરિયલ આપવાના બહાને પહેલા પોતાની ઓફિસ અને પછી ઘરે બોલાવી
હતી.

4પીડિતાએ પોતાની ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, ડીસીપીએ તેના પર રેપ
કરીને આ અંગે કોઈને ન કહેવા માટે ધમકી આપી હતી. જો કે, જ્યારે પીડિતાએ
પોલીસ કેસ કરવાની વાત કરી ત્યારે આરોપીએ પોતે કુંવારો છે તેમ કહીને તેને
લગ્ન કરવાનું વચન આપ્યું હતું. જોકે, પીડીત યુવતીને પાછળથી ખબર પડી કે
આરોપીના લગ્ન થઈ ચૂક્યા છે, અને તેને છ વર્ષનો દીકરો પણ છે.5

રાહુલ શ્રીરામે વિરૂધ્ધ સિડકો પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો છે. કેસની
તપાસ જલ્દીથી શરુ કરાશે તેમ પણ ધાકનેએ જણાવ્યુ હતું. શ્રીરામે વિરુદ્ધ
બળાત્કાર, ઠગાઈ તેમજ ગુનાઈત ઈરાદા સાથે કૃત્ય કરવાની કલમો ઉમેરવામાં આવી
છે. જોકે, આરોપી પોલિસ અધિકારીએ પોતાની સામેના આરોપોને પાયાવિહોણા જણાવી
ફગાવી દીધા છે.