Not Set/ ફિફા વર્લ્ડકપ : પેનલ્ટી શૂટઆઉટમાં રશિયાએ માર્યું મેદાન, સ્પેનને ૪-૩થી હરાવી મેળવી ક્વાટર ફાઈનલની ટિકિટ

લુઝનીકી, રશિયામાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડકપમાં યજમાન રશિયાની ટીમે શાનદાર જીત હાંસલ કરી છે. વર્લ્ડકપના ત્રીજા પ્રી-ફાઈનલ મેચમાં રશિયાએ સ્પેનની ટીમને પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૩થી હરાવતા અંતિમ ૮માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. સ્પેન અને રશિયા વચ્ચેના મુકાબલામાં મેચના નિર્ધારિત સમય સુધી ૧-૧ની બરાબરી પર હતા. ત્યારબાદ મેચમાં એક્સ્ટ્રા સમય પણ આપવામાં આવ્યો હતો, પણ આ […]

Trending Sports

લુઝનીકી,

રશિયામાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડકપમાં યજમાન રશિયાની ટીમે શાનદાર જીત હાંસલ કરી છે. વર્લ્ડકપના ત્રીજા પ્રી-ફાઈનલ મેચમાં રશિયાએ સ્પેનની ટીમને પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૩થી હરાવતા અંતિમ ૮માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.

સ્પેન અને રશિયા વચ્ચેના મુકાબલામાં મેચના નિર્ધારિત સમય સુધી ૧-૧ની બરાબરી પર હતા. ત્યારબાદ મેચમાં એક્સ્ટ્રા સમય પણ આપવામાં આવ્યો હતો, પણ આ મુકાબલો બરાબરી પર જ રહ્યો હતો.

ત્યારબાદ આ મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ હતી અને રશિયાની ટીમે ૪-૩થી બાજી મારી હતી. આ જીત સાથે રશિયાની ટીમે ૪૮ વર્ષ બાદ ક્વાટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા યજમાન ટીમે ૧૯૭૦માં ક્વાટર ફાઈનલની ટિકિટ મેળવી હતી. જયારે ૨૦૧૦ વર્લ્ડકપની ચેમ્પિયન ટીમ સ્પેન આ ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગઈ છે.

પેનલ્ટી શૂટઆઉટમાં રશિયા માટે ફેડોર સમોલોવ, ઇગ્નાશેવચિ, એલેક્ઝાન્ડર ગોલોવિન અને ડેનિસ ચેરીશેવ એક-એક ગોલ ફટકારવામાં સફળ રહ્યા હતા, જયારે આન્દ્રે ઇનિસ્ટા, ગેરાર્ડ પિક અને સેર્ગીયો રામોસે સ્પેન તરફથી ગોલ કર્યા હતા.

https://twitter.com/FIFAWorldCup/status/1013466729303957506

જો કે રશિયાની આ જીતનો હિરો ગોલકીપર ઇગોર અકીનફિવ રહ્યો હતો, કારણ કે આ મેચ દરમિયાન કેટલાક શાનદાર બચાવ કર્યાં હતા અને ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટમાં પણ બે બચાવ કરીને ટીમને જીત અપાવી હતી.

https://twitter.com/FIFAWorldCup/status/1013465417254350849

આ જીત બાદ હવે રશિયાનો કવાટર ફાઈનલમાં મુકાબલો ૭ જુલાઈના રોજ ક્રોએશિયા અને ડેન્માર્ક વચ્ચે રમાનારી મેચના વિજેતા ટીમ સાથે થશે.