IND VS WI/ સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડવા તૈયાર રોહિત શર્મા

હાલમાં જ T20 ઈન્ટરનેશનલ ફોર્મેટ બાદ ODI ફોર્મેટમાં ભારતીય ટીમની કમાન સંભાળનાર 34 વર્ષીય સ્ટાર ઓપનર રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની ODI સરીઝમાં મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે.

Sports

હાલમાં જ T20 ઈન્ટરનેશનલ ફોર્મેટ બાદ ODI ફોર્મેટમાં ભારતીય ટીમની કમાન સંભાળનાર 34 વર્ષીય સ્ટાર ઓપનર રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની ODI સરીઝમાં મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે.

આ પણ વાંચો – ENG vs AUS / કેનબરામાં રમાયેલી મેચમાં એવુ શું થયુ કે લોકો ખૂબ કરી રહ્યા છે વખાણ, જુઓ Video

આપને જણાવી દઇએ કે, શર્મા આફ્રિકા સામે તાજેતરમાં ખતમ થયેલ ટેસ્ટ અને ODI શ્રેણીનો ભાગ નહોતો. આફ્રિકન પ્રવાસમાં તેના ન જવા પાછળનું કારણ હેમસ્ટ્રિંગમાં તણાવ હતું. આવી સ્થિતિમાં, જ્યારે તે ફરી એકવાર સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે, ત્યારે બધાની નજર તેના પર છે. ‘હિટમેન’ રોહિત શર્મા જ્યારે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડે માટે મેદાનમાં ઉતરશે ત્યારે તેની પાસે રમત જગતમાં ‘ક્રિકેટનાં ભગવાન’ તરીકે ઓળખાતા સચિન તેંડુલકરનો એક મોટો રેકોર્ડ તોડવાની સુવર્ણ તક હશે. જણાવી દઇએ કે, આફ્રિકન ટીમ સામે ભારતીય ટીમ માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ 33 વર્ષનાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનાં નામે નોંધાયેલો છે. કિંગ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે અત્યાર સુધીમાં 2235 રન બનાવ્યા છે. આ પછી ટીમ ઈન્ડિયા તરફથી કેરેબિયન ટીમ સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરનાં નામે નોંધાયો છે. તેંડુલકરે વેસ્ટ ઈન્ડિઝ સામે 1573 રન બનાવ્યા છે. આ પછી ‘હિટમેન’ રોહિત શર્માનું નામ આવે છે. શર્માએ કેરેબિયન ટીમ સામે 1523 રન બનાવ્યા છે.

આ પણ વાંચો – IND VS WI / ભારત વિરુદ્ધ T20 સીરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝ ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી જગ્યા

જો રોહિત શર્મા આગામી ODI શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 51 રન બનાવવામાં સફળ થાય છે, તો તે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ODI ફોર્મેટમાં ભારતીય ટીમ માટે બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે. હાલમાં શર્મા ત્રીજા સ્થાને છે.