Not Set/ અમદાવાદના એસ.જી. હાઈવે પર મોડી રાત્રે લૂંટ વિથ મર્ડરની ઘટના

અમદાવાદ: અમદાવાદના એસ.જી. હાઈવે પર પકવાન ચાર રસ્તા નજીક રવિવારે મોડી રાત્રે લૂંટ અને મર્ડરની ઘટના બની હોવાની વિગતો સામે આવી છે. અમદાવાદ શહેરના એસ.જી. હાઈવે પર રવિવારે મોડી રાત્રે ત્રણ યુવકો પગપાળા જઈ રહ્યા હતા. ત્યારે એક બાઈક પર આવેલા બે શખ્સોએ ત્રણ યુવકો પર છરી વડે હુમલો કરીને લૂંટ ચલાવી નાસી ગયા હતા. […]

Ahmedabad Gujarat
Ahmedabad attack with Knife on three youth at s g highway

અમદાવાદ: અમદાવાદના એસ.જી. હાઈવે પર પકવાન ચાર રસ્તા નજીક રવિવારે મોડી રાત્રે લૂંટ અને મર્ડરની ઘટના બની હોવાની વિગતો સામે આવી છે.

અમદાવાદ શહેરના એસ.જી. હાઈવે પર રવિવારે મોડી રાત્રે ત્રણ યુવકો પગપાળા જઈ રહ્યા હતા. ત્યારે એક બાઈક પર આવેલા બે શખ્સોએ ત્રણ યુવકો પર છરી વડે હુમલો કરીને લૂંટ ચલાવી નાસી ગયા હતા. આ ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગેની જાણ થતા વસ્ત્રાપુર પોલીસનો કાફલો ઘટના દોડી ગયો હતો.

આ ઘટના અંગે વસ્ત્રાપુર પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક દ્રષ્ટિએ આ કેસ લૂંટનો હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે, બાઈક પર આવેલા બંને હુમલાખોરો આવીને છરી વડે હુમલો કરીને મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા સહીતની લૂંટ ચલાવી હતી. આ લૂંટ ચલાવીને બંને શખ્સો બાઈક પર ફરાર થઈ ગયા હતા.

મૃત્યુ પામેલ યુવક મૂળ પશ્ચિમ બંગાળનો વતની

લૂંટના મામલે થયેલા હુમલામાં ત્રણ પૈકીના એક યુવકનું મોત થયું છે તેનું ઝુલ્ફીકાર અલી શેખ હોવાનું અને તે મૂળ પશ્ચિમ બંગાળનો હોવાનું જાણવા મળ્યું છે. જયારે તેની સાથેના અન્ય બે ઘાયલ થયેલા યુવકોમાં સુભાંગ વાસુદેવ ભાદુરી અને સુબોધ રામનારાયણ મહંતો હોવાનું જાણવા મળ્યું છે. આ બંને હાલ અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોડી રાત્રે બાઈકસવાર લુંટારુઓએ એસ.જી. હાઈવે પર પકવાન ચાર રસ્તા નજીકથી પગપાળા જઈ રહેલા ત્રણ યુવકો ઉપર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં એક યુવકનું છરી વાગવાથી મોત નીપજ્યું હતું. જયારે અન્ય બે ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ ઘટના બની છે તે એસ.જી. હાઈવે અમદાવાદ શહેરનો સૌથી વ્યસ્ત ગણાતા અને ચોવીસ કલાક ધમધમતા રસ્તા પૈકીનો એક છે.

જાહેર માર્ગ પર આવી રીતે લુંટફાટની ઘટના બની રહી છે તે શાંત અને સલામત ગણાતા અમદાવાદના નાગરિકોની સલામતી અને સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા કરી રહી છે.