નવી દિલ્હી,
દેશભરમાં મેટ્રો મેન તરીકે જાણીતા ઈ. શ્રીધરને ભારતીય રેલ્વેની વ્યવસ્થા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ રેલ્વેની તુલના દુનિયાના વિકસિત દેશોની તુલના કરતા જણાવ્યું, “દેશની રેલ્વે વ્યવસ્થા વિકસિત દેશોની સરખામણીમાં ૨૦ વર્ષ પાછળ છે.

માત્ર ધનવાન લોકો માટે છે બુલેટ ટ્રેન
પીએમ મોદીના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે તેઓએ જણાવ્યું, “બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માત્ર અમીર લોકો માટે જ છે”.
સાથે સાથે તેઓએ કોઈ પણ પ્રકારની ટેકનિકલ પ્રગતિ અંગે નકારતા તેઓએ કહ્યું, “ભારતીય રેલ્વેમાં બાયો ટોઇલેટ છોડી બીજી કોઈ પ્રગતિ નથી. બુલેટ ટ્રેન માત્ર અમીરોની જરૂરિયાતો પૂર્ણ કરશે. ખુબ મોઘું હોવાના કારણે તે સામાન્ય લોકો માટે તે બહારની વાત છે”.
રેલ્વેને બનાવવી પડશે સ્વચ્છ અને સુરક્ષિત
તેઓએ જણાવ્યું, “ભારતીય રેલ્વેને હજી પણ આધુનિક બનાવવાની સાથે સ્વચ્છ બનાવવાની જરૂરત છે. સાથે સાથે તેઓએ રેલ્વેની ઘણી બધી ટ્રેનોની સ્પીડમાં ઘટાડો થયો હોવાનું જણાવ્યું છે.
ભારતીય એન્જીનિયરિંગ સર્વિસના રિટાયર્ડ ઓફિસર અને મેટ્રો પ્રોજેક્ટના સલાહકારે આ વાતને પણ નકારી દીધી છે કે, રેલ્વેમાં બાયો ટોઇલેટ, સ્પ[સ્પીડ અને સ્વચ્છતાની દિશામાં ભારતીય રેલ્વેએ પ્રગતિ કરી છે.
તેઓએ રેલ્વેની દુર્ઘટના અંગે જણાવ્યું, ” ભારતીય રેલ્વેની દુર્ઘટનાઓના આંકડામાં કોઈ સુધારો થયો નથી. પ્રતિ વર્ષ રેલ્વે ટ્રેક પર અંદાજે ૨૦,૦૦૦ મોત થાય છે.
મહત્વનું છે કે, હાલમાં જ દેશભરમાં તમામ મેટ્રો રેલ સિસ્ટમ માટે સ્વદેશી ટેકનિક માટે જરૂરી માપદંડોને નિર્ધારિત કરવા માટે મેટ્રો મેન શ્રીધરનને ગઠિત કરવામાં આવેલી એક હાઈ લેવલ સમિતિના પ્રમુખ બનાવાયા છે.
