અમદાવાદ
અમદાવાદ અને પાટણમાંથી ગેરકાયદે સેફ કોડેન ફોસ્ફેટ કફ સીરપના જથ્થો મળી આવ્યો હતો. એનસીબી અને ફૂડ એન્ડ ડ્રગ દ્વારા આ કફ સીરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
આ સાથે એનસીબીએ ત્રણ લોકોની ધરપકડ કરી હતી લાયસન્સ વગરની સેફ કોડ કોડેન ફોસ્ફેટ કફ સીરપનો જથ્થો પાટણના રાજપુર બસ સ્ટેન્ડ પાસે આવેલા એક ગોડાઉનમાંથી મળી આવ્યો હતો 42 હજાર રપની બોટલોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
જ્યારે અમદાવાદના બહેરામપુરામાંથી 5160 બોટલો જપ્ત કરવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા બે દીવસમાં જપ્ત કરાયેલી કફ સીરપનો કુલ મુદ્દામાલ 50 હજાર બાટલો સાથે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે.
