બુરાડીમાં એક પરિવારના 11 લોકોનું ફાંસી લાગવાથી મૃત્યુ થયું છે. પોસ્ટમોર્ટમમાં આ વાતનો ખુલાસો થયા બાદ પોલીસ આ કેસની તપાસ સામુહિક આત્મહત્યાના આધાર પર કરી રહી છે. પહેલા સામુહિક હત્યાનો કેસ દખલ કરવામાં આવ્યો હતો. એક જ ઘરમાંથી એક જ પરિવારના 11 સભ્યોના મૃતદેહ મળવાની ઘટનાએ આખા દેશને હચમાવી દીધો છે. તો આ કેસમાં પોલીસ તપાસમાં રોજ નવા ખુલાસા પણ થઇ રહ્યા છે. દિલ્હી પોલીસે ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ જોયું. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે એ જાણવાનો પ્રયત્ન કરી રહી હતી કે ઘટનાના દિવસે પરિવારના સભ્યો શું કરતા હતા.
પરિવારના ઘરની સામેવાળાના ઘરની બહાર લાગેલા કેમેરાના ફૂટેજમાં દેખાય છે કે પરિવારના મોટી વહુ સવિતા અને તેની દીકરી નીતુ પાંચ સ્ટુલ લાવી રહ્યા છે.
આ સ્ટુલોનો બાદમાં પરિવારના લોકોએ ફાંસી લગાવામાં પ્રયોગ કર્યો. બુરાડીમાં ગયા રવિવારના રોજ એક જ ઘરમાં શંકાસ્પદ મૃત મળેલા ભાટિયા પરિવારનો 15 વર્ષનો શિવમ અને ધ્રુવ હોશિયાર વિદ્યાર્થી હતા અને સંગીતમાં રસ દાખવતા હતા.
આ કિશોરોની મોટી બહેન મીનુ (મેનકા)એ ઉત્તર દિલ્હીમાં આવેલા તિમારપુરની વીરેન્દ્ર પબ્લિક સ્કૂલ (વીપીએસ)માંથી અભ્યાસ કર્યો હતો. તે સ્કૂલમાં હંમેશા અવ્વલ આવતી હતી.
ફાંસી પહેલા કરી હતી પૂજા.
દરરોજ પરિવારના સભ્ય લગભગ રાતના 12 વાગ્યા સુધીમાં ઉંઘી જતા હતાં. પરંતુ 30 જૂન રાતે ઘરની બહાર એક શખ્સ જાગી રહ્યો હતો. તેમના કુતરરા ટોમીને બહાર ફેરવીને લાવ્યા બાદ ઘરમાં પૂજાની તૈયારી શરુ કરી દીધી હતી. આ પૂજા લગભગ 12 વાગ્યે ચાલુ થઇ અને 1 વાગ્યા સુધી ચાલુ રહી. આ પહેલા પણ ઘરમાં આવી રીતે પૂજા થતી રહી છે. એટલા માટે ઘરના સભ્યો માટે આ કોઈ નવી વાત નહોતી. આ બધી પૂજા પત્ય બાદ લલિતે ઘરના સભ્યોને ડાયરીમાં લખેલી વાતો સંભળાવી હતી.
ઘરમાં મૃતદેહો પણ વડવાઈની જેમ લટકી રહ્યા હતા.
ઘરમાંથી જપ્ત કરાયેલા રજીસ્ટરમાં વડની પૂજા પર 37 પન્ના લખવામાં આવ્યા છે. ઘરમાં મૃતદેહો પણ વડવાઈની જેમ લટકી રહ્યા હતા. અહી પણ લખ્યું હતું કે અમે મરવાના નથી. પરમાત્માને મળીને પાછા આવી જઈશું. સાત દિવસ પૂજા કરવાની છે. આ વચ્ચે જો કોઈ બહારનું ઘરે આવી જાય તો બીજા દિવસ પુજા નવેસરથી શરુ કરવી. પૂજા માટે ગુરુવાર અને રવિવારનો દીવસ પસંદ કરવામાં આવ્યો છે. ક્રિયા રાતે 12થી 1 વાગ્યા વચ્ચે કરવાની છે. આ પહેલા હવન કરવાનો છે. પોતે પોતાના હાથ બાંધવાના છે. ક્રિયા થયા બાદ બીજું કોઈ હાથ ખોલશે.
મૃતકોની યાદી
નારાયણ ભાટિયા (ઉ.વ. 75)
પ્રતિભા (ઉં.વ. 57) પુત્રી
પ્રિયંકા (ઉં.વ. 30) પ્રતિભાની પુત્રી
ભૂપતિ ભાટિયા (ઉં.વ. 46) નારાયણનો મોટો પુત્ર
સવિતા (ઉં.વ.42) ભૂપતિની પત્ની
નીતૂ (ઉં.વ. 24) ભૂપતિની પુત્રી
મીનૂ (ઉં.વ. 22) ભૂપતિની પુત્રી
ધીરૂ (ઉં.વ. 12) ભૂપતિનો પુત્ર
લલિત ભાટિયા (ઉં.વ. 42) નારાયણનો નાનો પુત્ર
ટીના (ઉં.વ. 38) લલિતની પત્ની
