Not Set/ 7 વર્ષની વિદ્યાર્થીની હોમવર્કની બુકમાં લખ્યું, “તમને ઝેર આપીને ખતમ કરી નાંખીશ”

લંડન, તમે તમારા બાળકનું હોમવર્ક જોઈ રહ્યા હોય ને તમને વાંચવા મળે કે તમને ઝેર આપીને આખા પરિવારને ખતમ કરી નાખીશ. તો તમારી શું હાલત થાય ? આ જ પ્રકારની બ્રિટનનાં કોર્નવોલના ગીનીસલેકમાં આવી એક ઘટના સામે આવી છે, જેમાં માતા સ્ટેફની ફર્નીયોક્સએ આ કિસ્સો સોશિયલ મીડીયામાં શેર કર્યો છે. માતા એ પોતાની છોકરીએ લખેલી હોમવર્ક ની […]

World

લંડન,

તમે તમારા બાળકનું હોમવર્ક જોઈ રહ્યા હોય ને તમને વાંચવા મળે કે તમને ઝેર આપીને આખા પરિવારને ખતમ કરી નાખીશ. તો તમારી શું હાલત થાય ? આ જ પ્રકારની બ્રિટનનાં કોર્નવોલના ગીનીસલેકમાં આવી એક ઘટના સામે આવી છે, જેમાં માતા સ્ટેફની ફર્નીયોક્સએ આ કિસ્સો સોશિયલ મીડીયામાં શેર કર્યો છે.

માતા એ પોતાની છોકરીએ લખેલી હોમવર્ક ની નોટ નો ફોટો શેર કરતા લખ્યું છે કે “ શું એમણે ડરવું જોઇએ ?”. હોમવર્કમાં લખ્યું હતું કે, માર્ચમાં મને ઝેર મળ્યું, જેનાથી હું તમને ખત્મ કરી દઈશ” ( ‘In March I found poison to destroy you’ )

સચ્ચાઇ એ હતી કે, 7 વર્ષની આ બાળકીને એક શબ્દ આપવામાં આવ્યો હતો જેના પરથી તેણે એક આખું વાક્ય બનાવવાનું હતું. બાળકી પાસે શબ્દ આવ્યો ઝેર..! આ શબ્દ સાંભળીને આમ તો નાનું બાળક ગભરાઇ જાય પરંતું આ બાળકીએ પોતાની સર્જનાત્મકતાનો ઉપયોગ કર્યો અને લખ્યું આ ઝેરથી હું તમને ખતમ કરી નાંખીશ.

આનો મતલબ એ થયો કે સાત વર્ષની નાની બાળકીને પણ જાણ છે કે ઝેર નો અર્થ શું થાય છે અને ઝેર આપવાની લોકોના મોત પણ થતાં હોય છે. બાળકીએ આવું લખ્યું તો શરૂઆતમાં તેની માતા ગભરાઇ ગઇ હતી પરંતું આ વાતને પોઝીટીવ લઇને તેણે તેની પુત્રીના હોમવર્કનું પેઇજ સોશિયલ મીડીયામા પોસ્ટ કર્યું હતું. જે વાઇરલ થઇ રહ્યું છે.

વિશ્વમાં અનેક લોકો આના પર પોતાના મત આપી રહ્યાં છે. કોઇ કહે છે કે નાના બાળકને ઝેર જેવા શબ્દથી દુર રાખવો જોઇએ. તો કોઇ કહે છે કે આટલી નાની ઉંમરે ઝેર વિશે જાણવું જરૂરી છે.

મીડિયા રિપોર્ટરના કહેવા અનુસાર, માતા સ્ટેફની ફર્નીયોક્સ એ આ બાબતે કહ્યું કે પહેલા તો એ ડરી ગઈ પણ પછીથી એ પોતાની દીકરીની સર્જનાત્મકતાથી ઈમ્પ્રેસ થઇ ગઈ હતી. સ્ટેફની ફર્નીયોક્સને ૪ વર્ષની બીજી દીકરી પણ છે.

સ્ટેફનીએ તેના પતિ સાથે આ વિષે વાત કરી અને એના પતિએ વાતને વધુ ગંભીર ન લેવા કહ્યું, કારણ કે આપેલા શબ્દોમાં પહેલા જ ઝેર શબ્દ હાજર હતો. ત્યારબાદ માતાએ આ વાતને સોશિયલ મીડિયા પર શેર કર્યો અને સાથે લખ્યું કે, માત્ર તમારી પાસે જ વિચિત્ર બાળકો નથી. માતા એ કહ્યું કે એની દીકરી ઘણી ખુશ મિજાજ છે અને હમેશા વાંચતી રહે છે અને ક્યારેક વિચારીને હસવું આવે છે કે આપણાં નાના  બાળકો કેવું કેવું વિચારે  છે.