Not Set/ અમદાવાદ જગન્નાથ મંદિરમાં ભગવાનના વાઘા વિશેની ખાસ બાબતો

  અમદાવાદ, 10, જુલાઈ 2018. ભગવાન જગન્નાથજીનો વાઘા તૈયાર કરવામાં આવ્યું છે જે હાલ ચર્ચામાં છે સૌ કોઈ લોકો આ વાઘા વિશે જાણવા ઈચ્છે છે. ત્યારે મંતવ્ય એ આ વિશે પોતાનો ખાસ અહેવાલ આપ સમક્ષ પ્રસ્તુત કરે છે. ભગવાન જગન્નાથજીની 141 મી રથયાત્રા જયારે યોજવા જઈ રહી છે, ત્યારે જગન્નાથજી આ વર્ષે ભક્તોને રાજાધિરાજના સ્વરૂપમાં […]

Top Stories Ahmedabad Gujarat

 

અમદાવાદ,
10, જુલાઈ 2018.

ભગવાન જગન્નાથજીનો વાઘા તૈયાર કરવામાં આવ્યું છે જે હાલ ચર્ચામાં છે સૌ કોઈ લોકો આ વાઘા વિશે જાણવા ઈચ્છે છે. ત્યારે મંતવ્ય એ આ વિશે પોતાનો ખાસ અહેવાલ આપ સમક્ષ પ્રસ્તુત કરે છે.

ભગવાન જગન્નાથજીની 141 મી રથયાત્રા જયારે યોજવા જઈ રહી છે, ત્યારે જગન્નાથજી આ વર્ષે ભક્તોને રાજાધિરાજના સ્વરૂપમાં દર્શન આપશે.

ભગવાન જગન્નાથજીના વાઘા માટેનું કાપડ ખાસ મથુરા અને વૃંદાવનથી મંગાવામાં આવ્યું છે. ખાસ આસમાની કલરના વાઘામાં સજ્જ થઈ ભગવાન નગરચાર્યએ નીકળશે.

તો સાથે જ ખાસ ભગવાનના અલંકારોની વાત કરીએ તો ખાસ કુંદન વર્કના આભૂષણો મંગાવામાં આવ્યા છે. તેમજ મંગલા આરતી માટે ખાસ કેસરી રંગના વાઘા તૈયાર કરાયા છે. તો નેત્રોત્સવ વિધિ માટે ખાસ રાણી કલરના ભગવાનના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. તો વળી સોનાવેશના દર્શન માટે ખાસ ગોલ્ડન કલરના વાઘા પસંદ કરાયા છે.

જયારે મંતવ્ય ન્યુઝે ભગવાનજીના વાઘા વિશે અમદાવાદના જગન્નાથ દિલીપ દાસજીને જયારે પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે,

“ભગવાનને પહેલા કેસરિયા કલરના વાઘા પહેરાવવામાં આવશે.જયારે ભગવાન શોલે શ્રીંગારમાં જયારે દર્શન આપશે ત્યારે પીળા કલરના વાઘા ધરાવવામાં આવશે. જયારે મંગળા આરતીમાં લાલ અને લીલાશ પડતા વાઘા પહેરાવવામાં આવશે. જયારે ભગવાન શોલે શ્રીંગારમાં નગર યાત્રાએ નીકળશે ત્યારે ભગવાનને આસમાની કલરના રાજા મહારાજના સમાન રથના શણગાર કરવામાં આવશે. આવી રીતે સમયને ધ્યાનમાં રાખીને અલગ અલગ શણગારો, અલંકારો અને રાખીને ભગવાનને શણગારવામાં આવશે.”