Not Set/ VIDEO : ફિફા વર્લ્ડકપમાં માસ્ટર બ્લાસ્ટર આ ટીમને કરી રહ્યા છે સપોર્ટ

નવી દિલ્હી, રશિયામાં રમાઈ રહેલા ફૂટબોલનો મહાકુંભ તેના અંતિમ દોરમાં છે. મંગળવારે રમાયેલી ફિફા વર્લ્ડકપની પ્રથમ સેમિફાઇનલ મેચમાં ફ્રાંસની ટીમે બેલ્જિયમને ૧-૦ થી હરાવ્યા બાદ હવે બુધવારે બીજી સેમિફાઈનલ રમાયા બાદ વર્લ્ડકપની બે ફાઈનલ ટીમ નક્કી થશે. ફિફા વર્લ્ડકપની બીજી સેમિફાઈનલમાં ઈંગ્લેંડનો મુકાબલો ક્રોએશિયા સામે થવાનો છે. જો કે આ પહેલા ભારતીય ટીમના માસ્ટર બ્લાસ્ટર […]

Trending Sports

નવી દિલ્હી,

રશિયામાં રમાઈ રહેલા ફૂટબોલનો મહાકુંભ તેના અંતિમ દોરમાં છે. મંગળવારે રમાયેલી ફિફા વર્લ્ડકપની પ્રથમ સેમિફાઇનલ મેચમાં ફ્રાંસની ટીમે બેલ્જિયમને ૧-૦ થી હરાવ્યા બાદ હવે બુધવારે બીજી સેમિફાઈનલ રમાયા બાદ વર્લ્ડકપની બે ફાઈનલ ટીમ નક્કી થશે.

ફિફા વર્લ્ડકપની બીજી સેમિફાઈનલમાં ઈંગ્લેંડનો મુકાબલો ક્રોએશિયા સામે થવાનો છે. જો કે આ પહેલા ભારતીય ટીમના માસ્ટર બ્લાસ્ટર અને પૂર્વ કેપ્ટન સચિન તેંડુલકર પણ ફૂટબોલ મહાકુંભનો આનંદ ઉઠાવતા જોવા મળી રહ્યા છે અને ઈંગ્લેંડની ટીમને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે.

ઇંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચેની બીજી સેમિફાઈનલ પહેલા બુધવાર સવારે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ ઈંગ્લેંડની ટીમનો ઉત્સાહ વધારતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયોમાં તેઓએ પોતાના ફ્રેન્ડસને કહ્યું, “આ વખતે હું ઈંગ્લેંડની ટીમને સમર્થન કરી રહ્યો છું”. આ ઉપરાંત સચિન શેર કરેલા વીડિયોમાં કિક લગાવતા કહી રહ્યા છે કે, “કમ ઓન ઈંગ્લેંડ”.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેંડની ટીમ ૨૮ વર્ષ બાદ પહેલીવાર સેમિફાઈનલ મેચ રમવા જઈ રહી છે. આ પહેલા ૧૯૯૦માં ઈંગ્લેંડે વર્લ્ડકપની સેમિફાઈનલ મેચ રમી હતી અને એક માત્ર ૧૯૬૬માં વર્લ્ડકપ જીત્યો હતો.