Not Set/ દહેગામ: હોસ્પિટલમાં હોબાળો, પાણીની સુવિધા ન હોવાથી દર્દીઓની હાલત બની કફોડી

દહેગામ દહેગામના રખિયાલ સી.એચ.સી હોસ્પિટલમાં પુરતી સુવિધા ન મળતા દર્દીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે દહેગામમાં ઝાડા ઉલ્ટીના કેસો વધતા સી.એચ.સી.સેન્ટરમાં દર્દીઓનો ધસારો જોવા મળયો હતો. પરંતુ હોસ્પિટલમાં દર્દીઓને પુરતી સુવિધાઓ ન મળતા દર્દીઓ રોષે ભરાયા હતા. સવારના સાત વાગેલા આવેલા દર્દીઓને છેક દસ વાગ્યે સારવાર મળતા દર્દીના પરિવારજનો દ્વારા વરોધ કરવામાં […]

Top Stories Gujarat Trending Videos

દહેગામ

દહેગામના રખિયાલ સી.એચ.સી હોસ્પિટલમાં પુરતી સુવિધા ન મળતા દર્દીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે દહેગામમાં ઝાડા ઉલ્ટીના કેસો વધતા સી.એચ.સી.સેન્ટરમાં દર્દીઓનો ધસારો જોવા મળયો હતો. પરંતુ હોસ્પિટલમાં દર્દીઓને પુરતી સુવિધાઓ ન મળતા દર્દીઓ રોષે ભરાયા હતા.

સવારના સાત વાગેલા આવેલા દર્દીઓને છેક દસ વાગ્યે સારવાર મળતા દર્દીના પરિવારજનો દ્વારા વરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે હોસ્પિટલમાં ડોકટર પણ ગેરહાજર હતા જેને કારણે સેનીટેશન સ્ટાફ દ્વારા બાટલા ચઢાવવામાં આવ્યા હતા.

બીજી બાજુ જિલ્લામાં ઝાડા ઉલ્ટીના કેસામાં વધારો થતા ગાંધીનગરથી આરોગ્ય અધિકારી સી.એચ.સી હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. તે દરમિયાન લોકો દ્વારા અધિકારીનો ધેરાવ કરી પોતાની વ્યથા સંભળાવામાં આવી હતી.