Not Set/ IND v/s ENG : કુલદીપ – રોહિત શર્મા સામે ઇંગ્લેન્ડ પડ્યું ઘૂંટણીયે, ભારતે ૮ વિકેટે મેળવી શાનદાર જીત

નોટિંઘમ,   ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમે શાનદાર વિજય મેળવ્યો છે. નોટિંઘમના ટ્રેન્ટબ્રિજમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં ચાઈનામેન્ટ બોલર કુલદીપ યાદવ અને રોહિત શર્માના મેચ વિનિંગ પરફોર્મન્સના કારણે ભારતે યજમાન ટીમને ૮ વિકેટે હરાવી હતી. આ સાથે જ ભારતે ૩ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ બનાવી લીધી છે. […]

Top Stories Trending Sports

નોટિંઘમ,  

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમે શાનદાર વિજય મેળવ્યો છે. નોટિંઘમના ટ્રેન્ટબ્રિજમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં ચાઈનામેન્ટ બોલર કુલદીપ યાદવ અને રોહિત શર્માના મેચ વિનિંગ પરફોર્મન્સના કારણે ભારતે યજમાન ટીમને ૮ વિકેટે હરાવી હતી. આ સાથે જ ભારતે ૩ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ બનાવી લીધી છે.

પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડની ટીમે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૨૬૮ રન બનાવ્યા હતા. ૨૬૯ રનના જવાબમાં ભારતીય ટીમે આ સ્કોર ૪૦.૧ ઓવરમાં જ વટાવી ૮ વિકેટે વિજય મેળવ્યો હતો.

ભારતીય ટીમની શાનદાર જીતના હિરો ચાઈનામેન્ટ બોલર કુલદીપ યાદવ અને સ્ફોટક ઓપનર બેટ્સમેન રોહિત શર્મા રહ્યા હતા. યાદવે ૧૦ ઓવરમાં માત્ર ૨૫ રન આપી ૬ વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવને તેના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનના કારણે મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

https://twitter.com/ICC/status/1017465391554154496

બીજી બાજુ રોહિત શર્માએ પણ ૧૧૪ બોલમાં ૪ સિક્સર અને ૧૫ ફોર સાથે અણનમ ૧૩૭ રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. આ સાથે શર્માએ પોતાના વન-ડે કેરિયરની ૧૮મી સદી ફટકારી છે.

ટોસ હારીને ઇંગ્લેન્ડે કરી પ્રથમ બેટિંગ

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ ૪૯.૫ ઓવરમાં ૨૬૮ રનના સ્કોરે ઓલ આઉટ થઇ ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમની શરૂઆત સારી રહી હતી. ઓપનર જેશન રોય અને જૉની બેયરસ્ટોની જોડીએ માત્ર ૧૦.૨ ઓવરમાં ૭૩ રનની ભાગીદારી નોધાવી હતી.

જેશન રોયે ૩૮ રન અને બેયરસ્ટોએ ૩૮ રન ફટકાર્યા હતા. જો કે ત્યારબાદ બેન સ્ટોક્સે ૫૦ અને વિકેટકીપર બેટ્સમેન જોશ બટલરે ૫૩ રન બનાવ્યા હતા. આ સિવાય ઇંગ્લેન્ડની ટીમનો કોઈ ખેલાડી સ્પિન બોલર કુલદીપ યાદવ સામે ટકી શક્યા ન હતા. ભારત તરફથી યાદવે વન-ડે કેરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ૬ વિકેટ ઝડપી હતી, જયારે ઝડપી બોલર ઉમેશ યાદવે ૨ ખેલાડીઓને પેવેલિયનમાં મોકલ્યા હતા.

ઇંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા ૨૬૯ રનના ટાર્ગેટના જવાબમાં આ લક્ષ્યને ભારતીય ટીમે ૪૦.૧ ઓવરમાં વટાવી ૮ વિકેટે જીત હાંસલ કરી હતી. ભારતીય ટીમ તરફથી ઓપનર બેટ્સમેન શિખર ધવને ૪૦ રન બનાવ્યા હતા જયારે રોહિત શર્માએ ટીમનો એક છેડો સાચવી રાખી અણનમ ૧૩૭ રનની મેચ વિનિંગ રમી હતી અને ભારતને ૧-૦ની લીડ અપાવી હતી.

રોહિત શર્મા ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલીએ પણ ૭૫ રન બનાવ્યા હતા. જયારે ઇંગ્લેન્ડ તરફથી સ્પિન બોલર મોઈન અલી અને આદિલ રશિદે અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.