નવી દિલ્હી,
કોલર આઈડી એપ Truecaller દ્વારા યુઝર્સને એક નવું ફિચર્સ આપવામાં આવી રહ્યું છે. સ્વીડિશ ફર્મ આધારિત Truecaller એપમાં કોલ રેકોર્ડ કરવા માટેની એક સુવિધા આપવામાં આવી રહી છે.
કંપની દ્વારા પોતાના સપોર્ટ પેજમાં આપવામાં આવેલી જાણકારી મુજબ, “Truecaller માં ફાઈનલી કોલ રેકોર્ડર પેશ કરવામાં આવી રહ્યું છે. યુઝર્સની માંગ પર જ આ ફિચર્સ આપવામાં આવી રહ્યું છે”. સાથે સાથે આ પેજમાં માહિતી આપવામાં આવી છે કે, આ ફિચર્સ કયા વર્જન પર કામ કરશે અને યુઝર્સ તેનો ઉપયોગ કઈ રીતે કરી શકશે”.

કંપનીના જણાવ્યા અનુસાર, “રેકોર્ડ કરવામાં આવેલી કોલ ડિવાઈસમાં સેવ થશે અને જે Truecallerના સર્વરમાં અપલોડ થશે નહિ”.
જો કે હાલમાં યુઝર્સ આ ફિચર્સનો ઉપયોગ કરી શકતા નથી. કંપનીનું કહેવું છે કે, યુઝર્સ એન્ડ્રોઇડ 5.0 અથવા તેના પછીના વર્જનનો ઉપયોગ કરે છે. જો કે આ ફિચર્સ એન્ડ્રોઇડ 7.1.1 નુગા પર રન થવાવાળી ડિવાઈસને સપોર્ટ કરતી નથી. આ ડિવાઈસમાં નેક્સસ, પિક્સલ અને મોટો G-4 જેવા ડિવાઈસ શામેલ છે.
સાથે સાથે કંપની દ્વારા આ ફિચર્સ ૧૪ દિવસના ફ્રી ટ્રાયલ આપવામાં આવી રહ્યું છે, ત્યારબાદ આ ફિચર્સ ખરીદવું પડશે. Truecallerના અપડેટ પેજમાં યુઝર્સ સૌથી પહેલા ૩ લાઈનવાળા મેનુમાં જવું પડશે જે ટોપ લેફ્ટ કોર્નર પર આપવામાં આવ્યું છે. ત્યારબાદ સેટિંગ્સમાં જઈને Truecaller કોલ રેકોર્ડિંગમાં “રિકોર્ડ કોલ”ને ઇનેબલ કરવું પડશે.
