Not Set/ PM મોદી આજથી બે દિવસની યુપીની મુલાકાતે, પૂર્વાંચલ એક્સપ્રેસવે સહિત અનેક યોજનાઓની કરાવશે શરૂઆત

આઝમગઢ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ઉત્તરપ્રદેશની બે દિવસની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ અનેક મોટી યોજનાઓની શરૂઆત કરાવશે તેમજ સાથે સાથે ત્રણ જાહેરસભાઓને પણ સંબોધશે. પીએમ મોદી આજમગઢમાં ૩૪૦ કિલોમીટર લાંબા પૂર્વાચલ એક્સપ્રેસવેનો શિલાન્યાસ કરાવશે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, અહિયાથી ભાજપના મિશન ૨૦૧૯ની પણ શરૂઆત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પૂર્વાચલ એક્સપ્રેસવેની […]

India Trending

આઝમગઢ,

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ઉત્તરપ્રદેશની બે દિવસની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ અનેક મોટી યોજનાઓની શરૂઆત કરાવશે તેમજ સાથે સાથે ત્રણ જાહેરસભાઓને પણ સંબોધશે.

પીએમ મોદી આજમગઢમાં ૩૪૦ કિલોમીટર લાંબા પૂર્વાચલ એક્સપ્રેસવેનો શિલાન્યાસ કરાવશે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, અહિયાથી ભાજપના મિશન ૨૦૧૯ની પણ શરૂઆત થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પૂર્વાચલ એક્સપ્રેસવેની શરૂઆત કારાવવાના છે તે રાજધાની લખનઉ, બારાબંકી, અમેઠી, સુલ્તાનપુર, ફૈજાબાદ, આંબેડકરનગર, આઝમગઢ, મઉ અને ગાજીપુર જેવા પૂર્વી ઉત્તર પ્રદેશના મહત્વપૂર્ણ અને ઐતિહાસિક શહેરોને જોડશે. બીજી બાજુ આ એક્સપ્રેસવેના નિર્માણ માટે ત્રણ વર્ષનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.

પીએમ મોદી બપોરે ૨.૩૦ વાગ્યે આઝમગઢના પૂર્વાચલ એક્સપ્રેસવેનો શિલાન્યાસ કરવા માટે એક મોટી જાહેરસભાને સંબોધિત કરવાના છે. આ ઉપરાંત સાંજે ૪.૩૦ વાગ્યે વડાપ્રધાન પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પણ એક રેલીને સંબોધિત કરશે. સાથે સાથે તેઓ રાત્રે બનારસમાં બુદ્ધિજીવિઓ સાથે પણ મુલાકાત કરશે.

ત્યારબાદ રવિવારે મિર્ઝાપુરમાં એક જાહેરસભાને સંબોધિત કરશે. મિર્ઝાપુરમાં તેઓ બનસાગર નગર પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરશે. આ યોજના દ્વારા મિર્ઝાપુરના વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે લાભ મળશે

આ ઉપરાંત પીએમ મોદી મિર્ઝાપુરમાં મેડિકલ કોલેજ આધારશિલા રાખશે તેમજ રાજ્યમાં ૧૦૮ જન ઓષધિ કેન્દ્રોનું પણ ઉદ્ઘાટન કરશે. મોદી બાલૂઘાટ, ચૂનારમાં ગંગા નદી પર બનેલા પુલને પણ સમર્પિત કરશે જે મિર્જાપુર અને વારાણસી શહેરને જોડશે.