નવી દિલ્હી,
દેશની અગ્રણી ઈ-કોમર્સ કંપની એમેઝોન દ્વારા વધુ એકવાર પ્રાઈમ ડે સેલ શરુ કરવામાં આવ્યો છે. આ પ્રાઈમ ડે સેલની શરૂઆત ૧૬ જુલાઈથી થવા જઈ રહી છે. આ સેલ આગામી ૩૬ કલાક સુધી ચાલશે અને આ દરમિયાન કંપની દ્વારા અનેક પ્રોડ્કટ પર બમ્પર છૂટ આપવામાં આવી છે.
આ પ્રોડ્કટમાં સ્માર્ટફોનથી લઇ અનેક વિડીયો અને મ્યુઝિક સર્વિસ પણ શામેલ છે. જો કે આ સેલ માત્ર એ યુઝર્સ માટે છે તેઓ એમેઝોનના પ્રાઈમ મેમ્બર્સ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાઈમ મેમ્બર બનવા માટે ૯૯૯ રૂપિયા આપવા પડે છે અને એની વેલીડીટી ૧ વર્ષ સુધીની હોય છે.

જો તમે પ્રાઈમ મેમ્બર્સ નહિ છો તો ૧ મહિનામાં ટ્રાયલ લઈને આ સેલનો ફાયદો ઉઠાવી શકો છો. પરંતુ ૧૨૯ રૂપિયામાં એક મહિના સુધીની પણ પ્લાન લઇ શકાય છે. તેમાહ HDFCના કાર્ડ પર ગ્રાહકોને ૧૦ ટકા સુધીનું કેશબેક આપવામાં આવ્યું છે.
એમેઝોનના પ્રાઈમ ડે સેલ દરમિયાન આ સ્માર્ટફોન પર મળશે ડિસ્કાઉન્ટ :
૧. Samsung Galaxy On 7 Prime
૨. Samsung Galaxy Note 8
૩. Moto G5 Plus
૪. Huawei P20 Pro
૫. Huawei P20 Lite
૬. Vivo V9
૭. Vivo V7+
ઈ-કોમર્સ કંપની એમેઝોનના જણાવ્યા અનુસાર, પ્રાઈમ ડે ડેલ દરમિયાન સ્માર્ટફોન ઉપરાંત બીજી પ્રોડ્કટ જેવી કે સ્માર્ટ ડિવાઈસ, હોમ ઈન્ટીરિયર્સ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર બમ્પર છૂટ મળશે.
આ ઉપરાંત પ્રાઈમ ડે સેલ દરમિયાન ૨૦૦ નવી પ્રોડ્કટ પણ લોન્ચ કરવામાં આવી છે પહેલીવાર ભારતમાં લાવવામાં આવી રહી છે.
એમેઝોન દ્વારા પ્રાઈમ ડે સેલ દરમિયાનપોતાના એપ યુઝર્સ માટે એક ક્વિઝનું પણ એલાન કરવામાં આવ્યું છે, જેના હેઠળ યુઝર્સને OnePlus 6 જીતવાનો પણ મૌકો છે તેમજ ૨૦૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું છે.
