નવી દિલ્હી,
ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી ત્રણ ટી-૨૦ અને વન-ડે સીરીઝ બાદ હવે આગામી ૧ ઓગષ્ટથી પાંચ ટેસ્ટ મેચની મહત્વપૂર્ણ શ્રેણી શરુ થવાની છે. જો કે આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ ૩ મેચ માટે ભારતીય ટીમની ઘોષણા થઇ ગઈ છે. આ ટેસ્ટ સીરીઝમાં સર જાડેજા ધૂમ મચાવવા તૈયાર છે, ત્યારે આ પહેલા જાડેજાએ પોતાના વર્ક આઉટનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
ઓલ રાઉન્ડર જાડેજા આ પહેલા રમાયેલી ટી-૨૦ અને વન-ડે સીરીઝમાં બહાર હતા, પરંતુ હવેની ટેસ્ટ સીરીઝનો તે એક હિસ્સો છે. જે રીતે છેલ્લા ઘણા સમયથી ટીમમાં ફિટનેસ પર ભાર અપાય રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમમાં સિલેક્ટ થવા માટે નક્કી કરેલી ‘યો – યો’ ટેસ્ટ માટે ખેલાડીઓનું ફીટ હોવું જરૂરી છે.
રવીન્દ્ર જાડેજાએ પોસ્ટ કરેલા આ વિડીયોમાં તેઓ વર્ક આઉટ કરી રહ્યા છે જેમાં તે એક મોટા ટાયરને એક ભારે ભરખમ હથોડાથી ફટકારી રહ્યા છે. આ વીડિયો નીચે કેપ્શન લખ્યું છે કે, “જ્યાં સુધી મંઝીલ ન મળે ત્યાં સુધી જોર લગાવતા રહો”.
આ પહેલીવાર નથી કે જાડેજાએ પોતાના વર્ક આઉટનો વીડિયો શેર કર્યો હોય. આ પહેલા પણ એમણે પોતાના જીમના વીડિયો શેર કર્યા છે, જેણે ફેન્સ દ્વારા આ ઘણા પસંદ કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, ૧ ઓગસ્ટથી ૫ ટેસ્ટની સીરીઝ શરૂ થવાની છે જેના માટે ભારતીય ટીમની પસંદગી થઇ ગઈ છે.
ટીમમાં આ ખેલાડીઓ છે :
વિરાટ કોહલી ( કેપ્ટન) , શિખર ધવન, કે.એલ. રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, આજીન્ક્ય રહાણે, કરુણ નાયર, દિનેશ કાર્તિક, ઋષભ પંત, આર અશ્વિન , રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ અને શાર્દુલ ઠાકુર.
