સુરત.
22 જુલાઈ 2018.
સુરત જિલ્લાનાના પીપોદરા પાસે રવિવારના રોજ રાષ્ટ્રીય ધોરી માર્ગ 8 પર પોલીસ બસ અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ પોલીસ બસમાં 15 એસઆરપી જવાનો સવાર હતા, જેમને પોલીસ બસ અને આઇસર વચ્ચેનો અકસ્માત નડ્યો હતો.
આપને જણાવી દઈએ કે બસ અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા 15 એસઆરપી જવાનોમાંથી 5 એસઆરપીના જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તો એસઆરપી જવાનોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આઇરસ ચાલકે બ્રેક મારતા અકસ્માત સર્જાયો હતો.