Pride/ દયા ઝાપડિયા બની ભાવનગરનું ગૌરવ, વુમેન યુથ હેન્ડબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં લેશે ભાગ

યુરોપના નોર્થ મેકેડોનિયા પ્રાંતમાં વુમેન યુથ હેન્ડબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાંથી એક માત્ર ભાવનગર ના વલુકડ ગામની દયા ઝાપડિયા ભારતીય ટૂકડી સાથે ભાગ લેનાર છે.

Top Stories Gujarat Others

ભાવનગર જિલ્લાના વાળુકડ સ્થિત લોકવિદ્યાલયની વિદ્યાર્થિની દયા ઝાપડિયા યુરોપમાં યોજાનાર હેન્ડબોલની વિશ્વ સ્પર્ધામાં ભાગ લેનાર ગુજરાતની એકમાત્ર ખેલાડી છે. યુરોપના નોર્થ મેકેડોનિયા પ્રાંતમાં વુમેન યુથ હેન્ડબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાંથી એક માત્ર ભાવનગર ના વલુકડ ગામની દયા ઝાપડિયા ભારતીય ટૂકડી સાથે ભાગ લેનાર છે. આગામી તારીખ ૩૦ જુલાઈથી ૧૦ ઓગષ્ટ દરમિયાન આ વિશ્વ સ્પર્ધા યોજાવામાં આવશે.

  • વિશ્વ સ્પર્ધામાં ભાગ લેનાર ગુજરાતની એકમાત્ર ખેલાડી
  • વુમેન યુથ હેન્ડબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં લેશે ભાગ
  • 30 જુલાઈથી 10 ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્પર્ધા

ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલ કાર્યક્રમ અંતર્ગત તૈયાર થયેલ ગુજરાત માંથી માત્ર ભાવનગરની વિદ્યાર્થીની વુમેન યુથ હેન્ડબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારત વતી હેન્ડબોલની વિશ્વ સ્પર્ધામાં રમશે. ભાવનગર જિલ્લાના વાળુકડ સ્થિત લોકવિદ્યાલયની વિદ્યાર્થિની દયા ઝાપડિયા યુરોપમાં યોજાનાર હેન્ડબોલની વિશ્વ સ્પર્ધામાં ભાગ લેનાર ગુજરાતની એકમાત્ર ખેલાડી છે.

યુરોપના નોર્થ મેકેડોનિયા પ્રાંતમાં વુમેન યુથ હેન્ડબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાંથી એક માત્ર ભાવનગર ના વલુકડ ગામની દયા ઝાપડિયા ભારતીય ટૂકડી સાથે ભાગ લેનાર છે. આગામી તારીખ ૩૦ જુલાઈથી ૧૦ ઓગષ્ટ દરમિયાન આ વિશ્વ સ્પર્ધા યોજાવામાં આવનાર છે.

દયાબેન ભાવનગર જિલ્લાના વાળુકડ ખાતે ધોરણ 12માં અભ્યાસ કરે છે. અને મૂળ વેરાવળના રહેવાસી છે. દયાબેન કાનજીભાઈ ઝાપડિયા ગુજરાતમાંથી એક માત્ર ખેલાડી છે. તેઓ વાળુકડ લોકવિદ્યાલયમાં ડીએલએસએસ સ્પોર્ટ્સ સ્કૂલમાં હેન્ડબોલ, હોકી જેવી રમતોમાં 170 જેટલા ભાઈઓ-બહેનો સાથે તાલીમ મેળવે છે.

દયાબેન હેન્ડબોલમાં છેલ્લા 5 વર્ષથી ખેલમહાકુંભ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી, ગોલ્ડ મેડલ મેળવે છે.  દયાબેનના હેન્ડબોલ કોચ પ્રવિણસિંહ, ટ્રેનર મોસીન તથા રાહુલ માર્ગદર્શન અને ટ્રેનિંગ આપેલ છે, લોક વિદ્યાલયના ટ્રસ્ટી ગણો તથા શાળાના શિક્ષકગણો તથા વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ શુભેચ્છા પાઠવી છે.

ORGAN DONATION/ અમદાવાદ સિવિલમાં શ્રાવણ મહિનાની પૂર્વ સંધ્યાએ દેવોની ભૂમિ દ્વારકાથી મળ્યું અંગદાન