દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા નોંધાયેલા કેસમાં AAP નેતા મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારી દીધી છે. તેઓ 22 માર્ચ સુધી EDના રિમાન્ડ પર છે. આવી સ્થિતિમાં, જો EDને સિસોદિયાના રિમાન્ડ નહીં મળે તો પણ AAP નેતાને ફરીથી તિહાર મોકલવામાં આવશે. તેમણે ઓછામાં ઓછા 3 એપ્રિલ સુધી જેલમાં રહેવું પડશે.
દારૂ કૌભાંડમાં આરોપી બનાવવામાં આવેલા મનીષ સિસોદિયા ની લાંબી પૂછપરછ બાદ 26 ફેબ્રુઆરીએ CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઘણા દિવસો સુધી સીબીઆઈએ તેમની રિમાન્ડ પર પૂછપરછ કરી અને બાદમાં કોર્ટે સિસોદિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા. આ પછી, દારૂ કૌભાંડમાં મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલી EDએ સિસોદિયાની ધરપકડ કરી.
સીબીઆઈએ સોમવારે ફરી એકવાર સિસોદિયા ની ન્યાયિક કસ્ટડીને 14 દિવસ માટે લંબાવવાની માંગ કરી, કહ્યું કે તપાસ હજી ચાલુ છે અને તે નિર્ણાયક તબક્કે છે. સીબીઆઈની અપીલ સ્વીકારીને કોર્ટે સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી વધારી દીધી છે. હાલમાં સિસોદિયા EDના રિમાન્ડ પર છે. શુક્રવારે કોર્ટે તેના પાંચ દિવસના રિમાન્ડ લંબાવ્યા હતા.
આ પણ વાંચો:કોંગ્રેસનું ટ્વિટ,’સાવરકર સમજે કયા,રાહુલ ગાંધી નામ હૈ,કેન્દ્રિયમંત્રી કિરણ રિજ્જુએ કર્યો પલટવાર
આ પણ વાંચો:મમતા બેનર્જીએ આપ્યું મોટું નિવેદન, ‘વિપક્ષનો ચહેરો રાહુલ ગાંધી બનશે તો PM મોદી માટે TRP જેવા’
આ પણ વાંચો:યૌન ઉત્પીડન કેસ: રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસને આપ્યો જવાબ, કહ્યું- 8-10 દિવસમાં વિગતો આપીશ
આ પણ વાંચો:ભારતમાં 129 દિવસ પછી એક જ દિવસમાં કોરોનાના એક હજાર કેસ નોંધાયા
આ પણ વાંચો:અમૃતપાલના સહયોગીઓ પાસેથી પંજાબ પોલીસને મોટાપાયા પર દારૂગોળો મળ્યો
