નવી દિલ્હી,
ભારતીય ટીમના સ્ફોટક ઓપનર રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામે હાલમાં રમાયેલી તી-૨૦ અને વન-ડે શ્રેણીમાં ખુબ સારું પ્રદર્શન કર્યું હતું. ટી 20 અને વનડેમાં શાનદાર રનની વણઝાર કર્યા બાદ પણ તેઓ ટેસ્ટ સીરીઝનો હિસ્સો નથી.
ટેસ્ટ ટીમમાં રોહિત શર્માએ સ્થાન ન મળ્યા બાદ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. ત્યારે હવે રોહિતની આ પોસ્ટ પર ભારતીય ટીમના સ્પિન બોલર યુજ્વેન્દ્ર ચહલે કમેન્ટ કરી છે.
ચહલે રોહિતની પોસ્ટ પર કમેન્ટ કરી હતી કે, “Miss you Rohitaaaa sharaaammmaaa.”
જો કે ત્યારબાદ, આ કમેન્ટ પર રોહિતની વાઈફ રીતિકાએ એકદમ હટકે આશ્ચર્ય પમાડે એવો વળતો જવાબ આપ્યો છે. રીતિકાએ ચહલને કહ્યું કે, he’s mine now ( હવે એ મારો છે.)
ઉલ્લેખનીય છે કે, રોહિતે પોતાની પત્ની સાથેના પણ ફોટો શેર કર્યા છે જેમાં એમણે લખ્યું છે કે, “Exploring the beautiful city of Prague #PragueOldTown”.