Not Set/ મહારાષ્ટ્ર બંધ: ટ્રેનો અને રસ્તાઓ પર ચક્કાજામ, અનામત આંદોલન ઉગ્ર બન્યું

  મુંબઇ મહારાષ્ટ્રમાં સરકારી નોકરીઓ અમે શિક્ષણમાં અનામતની માંગણીને લઇને મરાઠા કમ્યુનિટીએ આંદોલન ઉગ્ર બનાવ્યું છે.બુધવારે સવારે મહારાષ્ટ્રના અનેક જીલ્લાઓમાં બંધની અસર જોવા મળતી હતી.મુંબઇના મુલંડમાં આવેલ શાકભાજી માર્કેટ સંપુર્ણ બંધ રહ્યું હતું. આ બંધ દરમિયાન મુંબઇમાં સ્ટેશનો પર ચક્કાજામ કરીને રેલ્વે રોકવામાં આવી હતી.થાણેના સ્ટેશન પર રેલ્વે ટ્રેક પર પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકીના ચક્કાજામ કર્યું […]

Top Stories

 

મુંબઇ

મહારાષ્ટ્રમાં સરકારી નોકરીઓ અમે શિક્ષણમાં અનામતની માંગણીને લઇને મરાઠા કમ્યુનિટીએ આંદોલન ઉગ્ર બનાવ્યું છે.બુધવારે સવારે મહારાષ્ટ્રના અનેક જીલ્લાઓમાં બંધની અસર જોવા મળતી હતી.મુંબઇના મુલંડમાં આવેલ શાકભાજી માર્કેટ સંપુર્ણ બંધ રહ્યું હતું.

આ બંધ દરમિયાન મુંબઇમાં સ્ટેશનો પર ચક્કાજામ કરીને રેલ્વે રોકવામાં આવી હતી.થાણેના સ્ટેશન પર રેલ્વે ટ્રેક પર પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકીના ચક્કાજામ કર્યું હતું.

https://twitter.com/_whatsinthenews/status/1021995736018432000

અનામતની માંગણીને લઇને મરાઠા ક્રાંતિ મોર્ચાએ બુધવારે મુંબઈ બંધની જાહેરાત કરી છે. આ બંધ દરમિયાન મુંબઈમાં  લોકલ ટ્રાન્સપોર્ટની બેસ્ટ બસોમાં પત્થમારો કરવામાં આવી રહ્યો છે.બંધને ટેકો આપનારાઓએ જોગેશ્વરી રેલ્વે ટ્રેક પર જઇને દેખાવો કરતાં રેલ્વે વ્યવહાર ખોરવાયો હતો.થાણેમાં પણ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા જેના કારણે ટ્રાફિકને અસર પહોંચી હતી.દેખાવકારોએ રસ્તાને બ્લોક કરતાં નાગરિકોને ભારે પરેશાની વેઠવી પડી હતી.

https://twitter.com/_whatsinthenews/status/1021995230504075267

જો કે મરાઠા ક્રાંતિ મોરચાએ બંધ દરમિયાન હિંસા નહીં ફેલાવવા અને નાગરિકો હેરાન ના થાય તેની અપીલ કરી છે.

મરાઠા ક્રાંતિ મોર્ચાએ આજે નવી મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘર વિસ્તારોમાં બંધ જાહેર કર્યો છે. થાણેમાં પ્રદર્શનકારીઓએ જબરજસ્તી દુકાનો બંધ કરાવી છે. તે સિવાય વાશીના આરોલી વિસ્તારમાં બેસ્ટ બસ સર્વિસને પણ સંપૂર્ણ રીતે ઠપ કરી દેવામાં આવી છે. ઘણી સ્કૂલોએ બંધના કારણે રજા જાહેર કરી દીધી છે.

બંધના પગલે સરકારે રાજ્યમાં ભારે સુરક્ષા વ્યવસ્થા ઉભી કરી હતી.મહારાષ્ટ્રના સંવેદનશીલ જીલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી હતી.

પ્રદર્શન કારીઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં એક કોન્સ્ટેબલનું મોત થયું છે. જ્યારે અન્ય 9 લોકો ઘાયલ થયા છે.