મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય ની અનામતની માંગને લઇને ભારે વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. મંગળવારે આ પ્રદર્શનકારીઓ હિંસક બનતા આંદોલન પણ હિંસક બની ગયું છે. પ્રદર્શનકર્તાઓએ અનેક ગાડીઓને આગ લગાવી હતી. જ્યારે કેટલાક પ્રદર્શનકર્તાઓએ આત્મહત્યાનો પ્રયત્ન પણ કર્યો હતો. નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની માંગને લઇને મરાઠા ક્રાંતિ મોર્ચાએ આજે બુધવારે મુંબઇ બંધનું એલાન કર્યું છે.
મહારાષ્ટ્ર રાજ્યમાં ચાલતા મરાઠા આંદોલનની અસર ગુજરાતમાં પણ થઈ છે. ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ સાપુતારા ખાતે બસો અટાકાવાઈ હતી. ગિરિમથક સાપુતારા ખાતે મુસાફરો અટવાઈ ગયા હતાં.
#MarathaReservation protests: Workers of #MarathaKrantiMorcha block a local train in Thane pic.twitter.com/cotagpKpzp
— ANI (@ANI) July 25, 2018
મરાઠા આંદોલનને લઇને બસ સેવા પ્રભાવિત થઇ છે. સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી ઉપડતી 45 જેટલી બસો પ્રભાવિત થઇ છે. સુરતથી ઉપડતી બસોને અધવચ્ચે જ રોકવી પડી છે. બપોર બાદ આંદોલનની અસર જોયા પછી બસોને આગળ મોકલવા માટે નિર્ણય કરાશે.
મરાઠા આંદોલનના પગલે બસોમાં આગ ચાંપવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત એસટી નિગમે ગુજરાતની મહારાષ્ટ્ર તરફ જતી બસોને ગુજરાતની સીમા પર અટકાવવામાં આવી છે. જેના પગલે સાપુતારામાં મુસાફરો અટવાાયા છે.
પરિવહન નિગમના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે બસો ઉપર પથ્થરમારાને ધ્યાનમાં રાખીને બેસ્ટ દ્વારા પ્રભાવિત વિસ્તારમાં પોતાની સેવાઓ બંધ કરી છે. મહારાષ્ટ્રમાં અનામતને લઇને મરાઠા ક્રાંતિ મોર્ચાના આંદોલનને કોંગ્રેસ, એનસીપી અને લેફ્ટનું સમર્થન છે.

મરાહાષ્ટ્ર બંધનું એલાન કરનારા મરાઠા ક્રાંતિ મોર્ચાના નેતાએ કહ્યું કે, અમે રસ્તાઓ જામ નથી કરી રહ્યા, અમારું વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ છે. અમે અમારા કાર્યકર્તાઓને સૂચના આપી છે કે, આપણા વિરોધ પ્રદર્શનને લઇને પોલીસ અને સરકારને કોઇ પ્રકારની અસુવિધા ન થવી જોઇએ. અમે લોકોને પોતાની દુકાનો બંધ રાખવા માટે અપીલ કરી છે.
સીએમ દેવેન્દ્ર ફડણવીસે મુંબઇ પોલીસ કમિશનર સાથે વાત કરીને સ્થિતિની જાણકારી મેંળવી. તોડફોડ અને હિંસા સામે કડકાઇથી લડવાનો આદેશ પણ આપ્યો છે. દેવેન્દ્ર ફડણવીસે વાતચીત કરતા કહ્યું કે, અમે કોઇની પણ સાથે વાતચીત કરવા માટે તૈયારી છીએ. સરકાર સ્થિતિને કાબુમાં રાખવા માટે દરેક સંભવ પગલા લઇશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મરાઠા સમુદાયને અનામત આપવા માટે સરકાર સકારાત્મક છે પરંતુ કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવાના કારણે તેમના હાથ બંધાયેલા છે.
There is no impact on railway services in Pune, all trains are plying normally: Pune railway PRO #MarathaQuotaStir
— ANI (@ANI) July 25, 2018
મરાઠા ક્રાંતિ મોર્ચા ના સંયોજનક રવિન્દ્ર પાટીલે કહ્યું કે, જ્યાં સુધી દેવેન્દ્ર ફડણવીસ મરાઠા સમુદાય પાસે માફી નહીં માગે ત્યા સુધી અમે અમારું પ્રદર્શન ચાલું રાખીશું. અમે ઔરંગાબાદ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં બંધ રાખીશું.
ઉલ્લેખનીય છે કે, રાજનીતિક રીતે પ્રભાવશાળી મરાઠા સમુદાય માટે અનામતનો મામલો ખુબજ વિવાદાસ્પદ મુદ્દો છે રાજ્યની વસતીમાં આશરે 30 ટકા મરાઠા છે. સમુદાયના નેતા પોતાની માંગણીને લઇને વિવિધ જિલ્લાઓમાં રેલી ઓ કાઢી ચુક્યા છે. ગત વર્ષ મુંબઇમાં મરાઠા ક્રાંતિ મોર્ચા એ એક વિશાળ રેલી નું આયોજન કર્યું હતું. કાલે મંગળવારે નદીમાં કૂદીને જીવ આપનાર મરાઠા પ્રદર્શનકારીના અંતિમ સંસ્કાર સ્થળ પાસે જ પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું હતું. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. કોન્સ્ટેબલના હાથ અને પગ ઉપર નિશાન હતા. તેમની જગ્યાએ તૈનાત અન્ય પોલીસ કર્મચારીઓ પણ પથ્થર મારા માં મોતને ભેટ્યા હતા.
