Not Set/ અમદાવાદ: ગેરકાયદેસર બાંધકામનો મામલો, પૂર્વ IPS સંજીવ ભટ્ટને સુપ્રીમ કોર્ટે આપી રાહત

અમદાવાદ, ભૂતપૂર્વ આઈ.પી.એસ ઓફિસર સંજીવ ભટ્ટે અમદાવાદના ડ્રાઈવ ઇન રોડ ઉપર આવેલા પોતાના ઘરની પૂર્વ દિશા બાજુ ત્રણ માળ જેટલો ગેરકાયદેસર બાંધકામ કર્યો હતો અને તેમના જ પાડોશી પ્રવીણ ભાઈએ વાંધો ઉઠાવીને આ મુદ્દે સૌ પ્રથમ કોર્પોરેશનને જાણ કરી હતી. જોકે કોર્પોરેશન તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી ન થતા આખરે તેમણે વર્ષ 2012માં ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ […]

Ahmedabad Gujarat Trending

અમદાવાદ,

ભૂતપૂર્વ આઈ.પી.એસ ઓફિસર સંજીવ ભટ્ટે અમદાવાદના ડ્રાઈવ ઇન રોડ ઉપર આવેલા પોતાના ઘરની પૂર્વ દિશા બાજુ ત્રણ માળ જેટલો ગેરકાયદેસર બાંધકામ કર્યો હતો અને તેમના જ પાડોશી પ્રવીણ ભાઈએ વાંધો ઉઠાવીને આ મુદ્દે સૌ પ્રથમ કોર્પોરેશનને જાણ કરી હતી.

જોકે કોર્પોરેશન તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી ન થતા આખરે તેમણે વર્ષ 2012માં ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરી હતી. જે મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સમય અંતરે  તે મુદ્દે સુનવણી ચાલી હતી.

કોર્ટે બંને પક્ષોને સાંભળીને પોતાના ચુકાદો જાહેર કર્યો હતો કે જે બાંધકામ ગેરકાયદેસર ઉભો કરવામાં આવ્યો છે તેની કોર્પોરેશન તાત્કાલિક નોંધ લઈને તેને તોડી પાડવામાં આવે.

આમ, એક તરફ હાઇકોર્ટ તરફથી સંજીવ ભટ્ટ ને રાહત ન મળતા તેમણે સુપ્રીમ કોર્ટમાં રજુઆત કરી હતી. અને ત્યાંથી સુપ્રીમ કોર્ટ 30મી જુલાઈ સુધી હાઇકોર્ટના હુકમ ઉપર સ્ટે આપ્યો છે.